'હવે 20 નહીં 200 કરોડ આપો, નહીંતર ડેથ વૉરન્ટ..', ફરી વખત મુકેશ અંબાણીને મળી મોતની ધમકી
અગાઉ 20 કરોડની ખંડણી માગતો ઈમેલ મળ્યો હતો
ખંડણી ન ચૂકવવા બદલ હવે 200 કરોડની માગ કરતો ઈમેેલ આવ્યો
Mukesh Ambani received Death threat : દેશના ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને (Mukesh Ambani) ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે. ધમકી આપનારે ઈમેલ કરીને આ વખતે 20 કરોડ નહીં પરંતુ 200 કરોડ ( Mukesh Ambani 200 crore) રૂપિયાની ખંડણી માગી છે.
ફરી એ જ એકાઉન્ટથી આવ્યો ઈમેલ
માહિતી અનુસાર આ વખતે પણ મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી એ જ ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે જેના પરથી તેમની પાસે 20 કરોડની ખંડણી માગવામાં આવી હતી. તેણે ઈમેલમાં લખ્યું છે કે અત્યાર સુધી તમે અમારા ઈમેલનો જવાબ નથી આપ્યો એટલા માટે 200 કરોડ રૂ. આપવા પડશે. એવું ન કર્યું તો ધ્યાન રહે કે ડેથ વૉરન્ટ પર સહી થઈ ગઈ છે.
અગાઉ આવી આપી હતી ધમકી
અગાઉ ધમકી આપનાર વ્યક્તિએ 27 ઓક્ટોબરે પણ એક ઈમેલ કર્યો હતો. મુકેશ અંબાણીની કંપનીના ઈમેલ આઈડી પર મોકલેલા મેસેજમાં લખ્યું હતું કે 'IF you don’t give us 20 crore rupees, we will kill you, we have the best shooters in India'. એટલે કે જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને જાનથી મારી નાખીશું. અમારી પાસે ભારતમાં બેસ્ટ શૂટર્સ છે.
ગામદેવી પોલીસે નોંધી હતી FIR
આ ઈમેલ મળ્યાં બાદ મુકેશ અંબાણીના સિક્યોરિટી ઈન્ચાર્જની ફરિયાદ પર મુંબઈની ગામદેવી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે IPCની કલમ 387 અને 506 (2) હેઠળ કેસ નોંધ્યો હતો.