Get The App

મુકેશ અંબાણીને ફરી મળી ધમકી: 400 કરોડની ખંડણી ન આપવા પર પરિણામ ભોગવવાની ચેતવણી

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
મુકેશ અંબાણીને ફરી મળી ધમકી: 400 કરોડની ખંડણી ન આપવા પર પરિણામ ભોગવવાની ચેતવણી 1 - image


Image Source: Twitter

-  મુકેશ અંબાણીને 26 ઓક્ટોબરના રોજ સૌથી પહેલા ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો

મુંબઈ, તા. 04 નવેમ્બર 2023, શનિવાર

દિગ્ગજ બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીને ઈમેલ દ્વારા સતત ધમકી મળી રહી છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે, ફરી એક વખત ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. આ ધમકી કોઈ બીજાએ નહીં પરંતુ એ જ અજાણ્યા વ્યક્તિ દ્વારા આપવામાં આવી છે જેણે ઈમેલ દ્વારા 400 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. 

પોલીસે જણાવ્યું કે, 31 ઓક્ટોબર અને એક નવેમ્બર વચ્ચે બે ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા. આ સાથે જ આ નવા ઈમેલમાં અગાઉ મોકલવામાં આવેલા ઈમેલને નજરઅંદાજ કરવા પર તેનું પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે. 

પહેલા 20 પછી 200 કરોડ અને હવે.........

26 ઓક્ટોબરના રોજ સૌથી પહેલા ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. તે ઈમેલમાં ધમકી આપનારે 20 કરોડ રૂપિયાની માંગ કરી હતી. ત્યારબાદ પૈસા વધારીને 200 કરોડ રૂપિયા કરી દીધા હતા. આ સાથે જ પૈસા ન આપવા પર મુકેશ અંબાણીને ગોળી મારવાની વાત કહી હતી. એટલું જ નહીં ત્યારબાદ ત્રીજા ઈમેલમાં 400 કરોડ રૂપિયાની માંગ કરી હતી. 

ગત વર્ષે પણ મળી હતી ધમકી

આ પહેલીવાર નથી જ્યારે મુકેશ અંબાણીને આવી ધમકી મળી હોય. આ અગાઉ ગત વર્ષે પણ મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારબાદ મુંબઈ પોલીસે બિહારના દરભંગામાંથી એક વ્યક્તિને ધમકીભર્યા કોલ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. આરોપીઓએ મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.


Google NewsGoogle News