મુકેશ અંબાણીનો ડીપ ફેક વીડિયો જોઈ મહિલા ડોક્ટર સ્કેમનો શિકાર બની, રૂ. 7 લાખ ગુમાવ્યાં

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
fraud


Mumbai doctor loses ₹7 lakh in Deep Fake scam: અંધેરીમાં રહેતી 54 વર્ષીય આર્યુવેદિક ડોક્ટર ડીપ ફેકનો શિકાર બની રૂ. 7 લાખ ગુમાવ્યા હોવાની ફરિયાદ કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર દેશના ટોચના ધનિક મુકેશ અંબાણીનો રાજીવ શર્મા ટ્રેડ ગ્રુપને પ્રમોટ કરતો ડીપ ફેક વીડિયો જોઈ રોકાણ કર્યું હતું. જેમાં અંબાણી બીસીએફ ઈન્વેસ્ટમેન્ટ એકેડમી સૌથી વધુ નફો કમાવી આપતી હોવાનો દાવો કરતાં નજરે ચડ્યા હતા. મહિલા ડોક્ટરે ઈન્સ્ટાગ્રામ પર ડીપ ફેક વીડિયો જોયા બાદ તે કંપની વિશે ઓનલાઈન રિસર્ચ કર્યું હતું, જેમાં તેની હેડ ઓફિસ બીકેસી અને લંડનમાં હોવાની દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ તેને કંપની જેન્યુઅન લાગતાં રોકાણ કર્યું હતું.

ડીપ ફેક વીડિયોથી સ્કેમનો ભોગ બની

મહિલા ડોક્ટરે 28 મેથી 10 જૂન દરમિયાન મુકેશ અંબાણીનો ડીપ ફેક વીડિયોથી પ્રેરિત થઈ લિંક મારફત વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ હતી. જેમાં તેને અનેકગણું રિટર્ન આપવાનુ વચન આપતાં  એપ ડાઉનલોડ કરવા નિર્દેશ કરવામાં આવ્યો હતો. અને એપ મારફત વિવિધ બેન્ક એકાઉન્ટમાં કુલ રૂ. 7.1 લાખ ટ્રાન્સફર કર્યા હતા. એપમાં તેને રૂ. 30 લાખનો નફો થયો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે તે આ રકમ ઉપાડવા ગઈ ત્યારે તેને છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ. કેમ કે, નફો વિડ્રોલ થઈ રહ્યો ન હતો. અને તેનું મૂળ રોકાણ પણ ગુમાવ્યુ હતું.

પોલીસે વીડિયો ડીપ ફેક હોવાનુ જણાવ્યું

બુધવારે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરી હતી. પોલીસે જણાવ્યા અનુસાર, સ્કેમર્સ દ્વારા જે વીડિયો બનાવવામાં આવ્યો હતો તેમાં ડીપ ફેક ટેક્નોલોજીનો ઉપયોગ થયો હતો. પોલીસ ફરિયાદીની બેન્ક પાસેથી ટ્રાન્સફર સંબંધિત માહિતી મેળવી ગુનેગારોને શોધી રહી છે. પોલીસે ઈન્ડિયન પેનલ કોડ (IPC) અને આઈટી એક્ટની ધારા 66 (ડી) અંતર્ગત ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અંબાણી અગાઉ પણ ડીપ ફેકનો શિકાર બન્યા હતા

અગાઉ પણ અંબાણીનો ડીપ ફેક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ તયો હતો. માર્ચમાં અંબાણીના નામે ડીપ ફેક વીડિયોમાં વ્યૂઅર્સને મફત રોકાણ સલાહ મેળવવા સ્ટુડન્ટ વીનિતને ફોલો કરવા અપીલ કરવામાં આવી હતી. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સ્ટોક ટ્રેડિંગ મેન્ટરશીપ પ્રોગ્રામ ચલાવતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

 મુકેશ અંબાણીનો ડીપ ફેક વીડિયો જોઈ મહિલા ડોક્ટર સ્કેમનો શિકાર બની, રૂ. 7 લાખ ગુમાવ્યાં 2 - image


Google NewsGoogle News