Get The App

નીતા-મુકેશ અંબાણીએ રતન ટાટાને આપી શ્રદ્ધાંજલિ, 'ગ્રેટ સન ઓફ ઈન્ડિયા' ગણાવ્યા

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News

નીતા-મુકેશ અંબાણીએ રતન ટાટાને આપી શ્રદ્ધાંજલિ, 'ગ્રેટ સન ઓફ ઈન્ડિયા' ગણાવ્યા 1 - image

Reliance Group Pay Tribute to Ratan Tata : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં દિવાળીના વાર્ષિક ભોજન સમારંભનું આયોજન કરાયું હતું. આ દરમિયાન શ્રીમતી નીતા અંબાણી, શ્રી મુકેશ અંબાણી, અન્ય પરિવારજનો તેમજ રિલાયન્સના હજારો કર્મચારીઓએ સ્વ. રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન મુકેશ અંબાણી ઈમોશનલ થયા હતા તો નીતા અંબાણીએ રતન ટાટાને 'ગ્રેટ સન ઓફ ઈન્ડિયા' ગણાવ્યા હતા.

નીતા અંબાણીએ રતન ટાટાને 'ગ્રેટ સન ઓફ ઈન્ડિયા' ગણાવ્યા

આ પ્રસંગે નીતા અંબાણીએ રતન ટાટાને યાદ કરતા જણાવ્યું હતું કે, આપણે ચાર દિવસ પહેલા ગ્રેટ સન ઓફ ઈન્ડિયા રતન ટાટાને ગુમાવ્યા. તેમના જવાથી સૌ કોઈને ખૂબ જ દુઃખ થયું છે. તેઓ મારા સસરા, મુકેશ અંબાણી અને અમારા પરિવારના ખૂબ જ સારા મિત્ર હતા. તેઓ આકાશના પણ મેન્ટર હતા. તેઓ એક વિઝનરી ઉદ્યોગપતિ અને દાનવીર હતા, જેમણે હંમેશા સમાજનું ભલુ કેવી રીતે થાય એ દિશામાં કામ કર્યું.

રતન ટાટાના જવાનું આપણને સૌને દુઃખ : નીતા અંબાણી

નીતા અંબાણીએ કહ્યું કે, રતન ટાટા મહાન માણસ હતા. બિઝનેસને લઈને તેમનું વિઝન શાનદાર હતું. સાથે જ તેઓ પોતાની કમાણીનો એક મોટો ભાગ પરોપકારમાં દાન કરતા હતા. દેશને જ્યારે પણ જરૂર પડી, રતન ટાટા મજબૂતીથી ઉભા રહ્યા. તેમણે હંમેશા બિઝનેસની સાથે કર્મચારીઓ અને સમાજના ભલા માટે નિર્ણય લીધા. તેમના જવાનું આપણને સૌને ખુબ દુઃખ છે. આ કાર્યક્રમમાં સામેલ થયેલા હજારો કર્મચારીઓએ પણ રતન ટાટાને યાદ કર્યા અને તેમણે શ્રદ્ધાંજલિ આપી.

આ દરમિયાન નીતા અંબાણીએ તમામને અપીલ કરતા કહ્યું હતું કે, ‘રતન ટાટાના સન્માનમાં હું તમને સૌને એક મિનિટનું મૌન પાળવાની વિનંતી કરું છું.’


86 વર્ષની ઉંમરે રતન ટાટાનું થયું હતું નિધન

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 9 ઓક્ટોબર 2024ના રોજ 86 વર્ષની વયે નિધન થઈ ગયું હતું. તેમણે મુંબઈની બ્રીચ કૈન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત ખરાબ હતી. જોકે, બુધવારે સાંજે તેમની તબિયત વધુ બગડી હતી અને તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. રતન ટાટાના જવું એ દેશ માટે એક મોટી ક્ષતિ છે. દેશ તેમને ક્યારે ભૂલી નહીં શકે. તેમણે દેશ માટે ખુબ મોટું યોગદાન આપ્યું છે.


Google NewsGoogle News