MSCIમાં આ ફેરફારોના કારણે શેરબજારમાં રૂ. 16,600 કરોડનું વધારાનું રોકાણ આવશે!

Updated: May 31st, 2024


Google NewsGoogle News
MSCIમાં આ ફેરફારોના કારણે શેરબજારમાં રૂ. 16,600 કરોડનું વધારાનું રોકાણ આવશે! 1 - image


MSCI Index Rejig: આજે 31 મેના રોજ ટ્રેડિંગ સેશન બંધ થયા પછી MSCI તેના ઈન્ડેક્સમાં ફેરફાર કરશે. આ ફેરફારને કારણે ભારતીય શેરબજારોમાં લગભગ 2 અબજ ડોલર (આશરે રૂ. 16,600 કરોડ)નું વધારાનું રોકાણ આવી શકે છે. MSCI દર ક્વાર્ટરમાં તેના ઈન્ડેક્સમાં ફેરફાર કરી સંતુલિત કરે છે. જે હેઠળ, 13 નવા ભારતીય શેર MSCI ગ્લોબલ ઈન્ડેક્સમાં સામેલ કરવામાં આવશે, જ્યારે 3 શેર ઈન્ડેક્સમાંથી દૂર કરવામાં આવશે. નવા શેરોમાં બોશ, કેનેરા બેન્ક, ઇન્ડસ ટાવર્સ, જિંદાલ સ્ટેનલેસ, જેએસઇ એનર્જી, મેનકાઇન્ડ ફાર્મા, એનએચપીસી, પીબી ફિનટેક, ફોનિક્સ મિલ્સ, સોલર ઇન્ડસ્ટ્રીઝ, સુંદરમ ફાઇનાન્સ, થર્મેક્સ અને ટોરેન્ટ પાવરનો સમાવેશ થશે.

પરિણામે MSCI ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ભારતીય શેરની કુલ સંખ્યા હવે 146 થશે, જ્યારે અગાઉ તેમાં 136 શેર સામેલ હતા. આ ઉપરાંત, MSCIના ઇમર્જિંગ ઇન્ડેક્સમાં ભારતીય શેરોનું વેઇટેજ પણ વધીને 18.8 ટકા થશે.

આટલું રોકાણ થશે

નુવામા ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના અહેવાલ મુજબ, આ ફેરફારથી ઇન્ડસ ટાવર્સમાં 22.4 કરોડ ડોલર (આશરે રૂ. 1,865 કરોડ)નું મહત્તમ રોકાણ આવવાની અપેક્ષા છે. જ્યારે PB Fintech અને Phoenix Millsમાં અનુક્રમે 223 મિલિયન ડોલર (લગભગ રૂ. 1,857 કરોડ) અને 213 મિલિયન ડોલર (લગભગ રૂ. 1,773 કરોડ)નું રોકાણ જોઇ શકાય છે. જ્યારે બાકીના શેરોમાં 144 મિલિયનથી 207 મિલિયન ડોલરનું રોકાણ અપેક્ષિત છે.

બીજી તરફ, નુવામા માને છે કે થર્મેક્સ સ્ટોક પણ MSCI ઇન્ડેક્સમાં સમાવેશની તૈયારીમાં છે. જો તે જોડાય છે, તો તે સ્ટોકમાં 139 મિલિયન ડોલરનું રોકાણ કરી શકે છે.

બીજી તરફ, Paytm, ઈન્દ્રપ્રસ્થ ગેસ અને બર્જર પેઈન્ટ્સ જેવા શેરો ઈન્ડેક્સની બહાર રહેશે. આ શેરોમાંથી લગભગ 283 મિલિયન ડોલર (લગભગ રૂ. 2,356 કરોડ)નો કુલ ઉપાડ થઈ શકે છે.

MSCI સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ ફેરફાર જોવા મળશે, જેના કારણે ભારતની 497 લિસ્ટેડ કંપનીઓ Vaari Renewable, Vedanta Fashion, VA Tech Wabag, RR Cable, Sanghvi Movers તેમાં સામેલ થઈ શકે છે.



Google NewsGoogle News