Get The App

પહેલી એપ્રિલથી બદલાવવા જઈ રહ્યા છે EPFO નિયમો: તમારા ખિસ્સાં પર પડશે સીધી અસર

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
પહેલી એપ્રિલથી બદલાવવા જઈ રહ્યા છે EPFO નિયમો: તમારા ખિસ્સાં પર પડશે સીધી અસર 1 - image

 નાણાકીય વર્ષ 2023-24 આજે સમાપ્ત થઈ રહ્યું છે અને આવતીકાલથી નવું નાણાકીય વર્ષ શરૂ થશે. નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે કેટલાક પૈસા સંબંધિત નિયમો બદલાશે, તેના વિશે વાત કરીએ. 

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)માં આવતીકાલથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નવા નાણાકીય વર્ષમાં જો કોઈ કર્મચારી નોકરી બદલે છે, તો તેનું પીએફ એકાઉન્ટ હવે નવા એમ્પ્લોયરને આપમેળે ટ્રાન્સફર થઈ જશે. આ પહેલા માત્ર સબ્સ્ક્રાઇબર્સની વિનંતી પર ટ્રાન્સફર કરવામાં આવતું હતું.

 ITR 

નવા નાણાકીય વર્ષથી નવી કર વ્યવસ્થા ડિફોલ્ટ ટેક્સ સિસ્ટમ બની જશે. જો કોઈ વ્યક્તિ કોઈ ટેક્સ સિસ્ટમ પસંદ કરતી નથી, તો તેનો ITR નવી ટેક્સ સિસ્ટમ હેઠળ જ ફાઇલ કરી શકાશે. 

ફાસ્ટેગમાં KYC 

આવતીકાલથી KYC વગરના ફાસ્ટેગ નિષ્ક્રિય થઈ જશે. 1 એપ્રિલ પહેલા ફાસ્ટેગમાં KYC અપડેટ કરવું ફરજિયાત કહેવામાં આવ્યું હતું. 

NPS એકાઉન્ટ

આવતીકાલથી NPS એકાઉન્ટમાં લોગિન કરવાના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. PFRDA એ NPS ખાતામાં આધાર આધારિત ઓથેંટિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આમાં NPS એકાઉન્ટમાં લોગ ઇન કરવા માટે, ID પાસવર્ડની સાથે તમારે આધાર સાથે લિંક કરેલા મોબાઇલ નંબર પર  OTP આવશે તેને દાખલ કરવો પડશે.

SBI ડેબિટ કાર્ડ

SBIએ તેના ગ્રાહકોને ઝાટકો આપતાં ડેબિટ કાર્ડની વાર્ષિક મેન્ટેનન્સ ફી વધારવાનો નિર્ણય કર્યો છે. નવા નિયમો આવતીકાલથી લાગુ થઈ જશે. આ સિવાય SBI ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચુકવણી પર ઉપલબ્ધ રિવોર્ડ પોઈન્ટ પણ બંધ કરવામાં આવી રહ્યા છે.

ICICI Bank

ICICI બેંકે આવતીકાલથી એવા ગ્રાહકોને કોમ્પ્લીમેન્ટ્રી એરપોર્ટ લાઉન્જ એક્સેસ આપશે, જેઓ તેમના ક્રેડિટ કાર્ડ પર એક ક્વાર્ટરમાં રુપિયા 35,000 સુધીનો ખર્ચ કરે છે. જ્યારે યસ બેંક એક ક્વાર્ટરમાં રુપિયા 10,000 ખર્ચવા પર ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જ એક્સેસ આપશે.

વીમા પૉલિસી

વીમા ક્ષેત્રમાં પણ આવતીકાલથી કેટલાક ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે પૉલિસી સરેન્ડર પરની સરેન્ડર વેલ્યુ તમે કેટલા વર્ષોમાં પૉલિસી સરેન્ડર કરી છે તેના પર નિર્ભર રહેશે. નવા નિયમો 1 એપ્રિલથી લાગુ થશે.

આવતીકાલથી કેટલીક દવાઓ માટે વધુ પૈસા ખર્ચવા પડશે. ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટરે નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM) હેઠળ પેઇન કિલર, એન્ટિબાયોટિક્સ અને એન્ટિ-ઇન્ફેક્શન દવાઓ જેવી કેટલીક આવશ્યક દવાઓના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવી કિંમતો 1 એપ્રિલથી અમલમાં આવશે.


Google NewsGoogle News