કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણથી આટલા સમયમાં પૈસા ડબલ, જાણો પ્રક્રિયા

જો તમે કોઈ એવી સરકારી સ્કીમ શોધો છો કે જ્યાં તમારા પૈસા સુરક્ષિત અને સારું રિટર્ન મળવું શક્ય હોય તો જાણો આ સ્કીમ વિષે

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણથી આટલા સમયમાં   પૈસા ડબલ, જાણો પ્રક્રિયા 1 - image


Post Office Scheme: કિસાન વિકાસ પત્ર અથવા તો કિસાન વિકાસ યોજના એવા રોકાણકારોમાં લોકપ્રિય છે જેઓ નાની બચત યોજનામાં રોકાણ કરવા માંગે છે. જેઓ કોઈ જોખમ લેવા માંગતા નથી. તાજેતરમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં સુધારો કરવામાં આવ્યો હતો. કિસાન વિકાસ પત્રનો વ્યાજ દર 6.9 ટકા છે, જ્યારે આ પોસ્ટ ઓફિસ યોજના 2020 માં શરૂ કરવામાં આવી હતી. તેનો નવો મેચ્યોરીટી પીરીયડ 124 મહિના છે. KVP (કિસાન વિકાસ પત્ર) એ કેન્દ્ર સરકાર દ્વારા સપોર્ટેડ સ્કીમ હોવાથી, આ પોસ્ટ ઑફિસ સ્કીમમાં રોકાણ કર્યા પછી, રોકાણકારને સરકાર તરફથી બાંયધરી મળે છે કે તેના પૈસા ગેરેન્ટેડ રિટર્ન સાથે સુરક્ષિત છે.

નિશ્ચિત રિટર્નની ગેરેંટી 

પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્રમાં ઇન્ટરેસ્ટ રેટ ઇન્વેસ્ટમેન્ટ પીરીયડ દરમિયાન ઉપલબ્ધ વાર્ષિક ઇન્ટરેસ્ટ રેટ પર નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિએ જાન્યુઆરીથી માર્ચ 2023 ક્વાર્ટરમાં પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર ખાતું ખોલાવ્યું હોય, તો તેને તેના રોકાણના સમયગાળા માટે વાર્ષિક 7.6 ટકા વ્યાજ મળશે. પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર ખાતું સુરક્ષિત અને નિશ્ચિત બને છે. જોકે, પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર પર વાર્ષિક વ્યાજ 7.6 ટકાથી ઘટાડીને 6.9 ટકા કરવામાં આવ્યું છે. નવા કિસાન વિકાસ પત્ર હેઠળ, રોકાણકારો પાસે હજુ પણ તેમના નાણાં ડબલ કરવાની તક છે.

ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરવું?

જો સ્કીમ હેઠળ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારે તમારી નજીકની પોસ્ટઓફિસમાં ખાતું ખોલાવવાનું રહેશે. તમે નાની રકમ સાથે પણ આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ યોજનામાં ગ્રામીણ લોકોથી માંડીને શહેરી લોકો રોકાણ કરી રહ્યા છે. જો તમે પણ પોસ્ટ ઓફિસ સંબંધિત કોઈ નવી સ્કીમમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે એકવાર તેના પર વિચાર કરી શકો છો.


Google NewsGoogle News