Get The App

મોદી-ટ્રમ્પની મીટિંગ પૂર્વે શેરોમાં ઉછાળે સાવચેતી : સેન્સેક્સનો 593 પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાયો

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
મોદી-ટ્રમ્પની મીટિંગ પૂર્વે શેરોમાં ઉછાળે સાવચેતી : સેન્સેક્સનો 593 પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાયો 1 - image


- યુક્રેન મામલે ટ્રમ્પ અને પુતિન વાટાઘાટ માટે તૈયાર : રશીયાથી ભારતની ક્રુડ આયાત અવરોધાશે ?

- નિફટી સ્પોટ 23235 સુધી ઉછળી અંતે 14 પોઈન્ટ ઘટીને 23031 : મેટલ, હેલ્થકેર, ફાઈનાન્સ શેરોમાં આકર્ષણ : FPIs/FIIની કેશમાં રૂ.2790 કરોડની ચોખ્ખી વેચવાલી

મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે યોજાનારી મહત્વની દ્વિપક્ષીય મીટિંગ પૂર્વે વેપાર સંધિની અટકળો અને બીજી તરફ ટ્રમ્પ યુક્રેન મામલે રશીયન પ્રમુખ પુતીન સાથે વાટાઘાટ કરવા તૈયાર થતાં જીઓપોલિટીકલ ટેન્શન હળવું થવાની સાથે રાજકીય સમીકરણો બદલાવાની ધારણાએ આજે શેરોમાં ઉછાળે સાવચેતી જોવાઈ હતી. રશીયા સાથે અમેરિકાના સંબંધો સુધરવાની શકયતા અને ભારત પર રશીયા પાસેથી ક્રુડ ઓઈલની રૂપિયા-રૂબલમાં ખરીદી મામલે ટ્રમ્પ સરકારનું દબાણ ડોલરમાં ખરીદી માટે વધવાની શકયતા વચ્ચે ફંડો નવી ખરીદીમાં સાવચેત રહી ઉછાળે નફારૂપી વેચવાલ બન્યા હતા. આ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં હજુ વેલ્યુએશન ઊંચુ હોવાના નિષ્ણાંતોના અભિપ્રાય વચ્ચે શેરોમાં સેલિંગ પ્રેશર વધ્યું હતું.

સેન્સેક્સ ૫૯૩ પોઈન્ટ ઉછળી ૭૬૭૬૪ થઈ અંતે ઉછાળો ધોવાયો : નિફટી ઈન્ટ્રાડે ૨૩૦૦૦ લેવલ તૂટયું

ટાટા સ્ટીલ સહિતના મેટલ-માઈનીંગ અને સન ફાર્મા સહિતના હેલ્થકેર શેરોમાં ખરીદી સાથે ફાઈનાન્સ-બેંકિંગ શેરો બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, ઈન્ડસઈન્ડ બેંકમાં આકર્ષણ અને ઝોમાટો, પાવર ગ્રીડ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશીયન પેઈન્ટસ, એનટીપીસી, ભારતી એરટેલ સહિતમાં લેવાલીએ આરંભમાં સેન્સેક્સ ૫૯૩.૪૫ પોઈન્ટ ઉછળીને ઉપરમાં  ૭૬૭૬૪.૫૩ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી ફંડોની આઈટી-સોફ્ટવેર ફ્રન્ટલાઈન શેરોમાં ટીસીએસ, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી વેચવાલી વધતાં અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, અદાણી પોર્ટ, ટાઈટન, લાર્સન, હિન્દુસ્તાન યુનિલિવર સહિતમાં વેચવાલીએ ઉછાળો ધોવાઈ નીચામાં ૭૬૦૧૩.૪૩ સુધી આવી અંતે ૩૨.૧૧ પોઈન્ટ ઘટીને ૭૬૧૩૮.૯૭ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ઉપરમાં ૨૩૨૩૫.૫૦  સુધી જઈ પાછો ફરી નીચામાં ૨૨૯૯૨.૨૦ સુધી આવી અંતે ૧૩.૮૫ પોઈન્ટ ઘટીને ૨૩૦૩૧.૪૦ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : સેઈલ, ટાટા સ્ટીલ, એપીએલ અપોલો, જિન્દાલ સ્ટીલમાં ફંડો લેવાલ

મોદી-ટ્રમ્પની મુલાકાત પૂર્વે આજે મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું પસંદગીનું વેલ્યુબાઈંગ થયું હતું. અમેરિકાએ સ્ટીલ, એલ્યુમીનિયમની આયાત પર ૨૫ ટકા ટેરિફ લાગુ કરી હોઈ આ મામલે ભારતની રજૂઆત થવાની અપેક્ષાએ ફંડોનું ઘટાડે વેલ્યુબાઈંગ થયું હતું. સેઈલ રૂ.૩.૬૦ વધીને રૂ.૧૦૯.૪૦, ટાટા સ્ટીલ રૂ.૩.૯૫ વધીને રૂ.૧૩૬.૨૦, એપીએલ અપોલો રૂ.૨૨.૮૫ વધીને રૂ.૧૩૬૫.૧૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૦.૩૫ વધીને રૂ.૮૪૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૧.૩૫ વધીને રૂ.૯૬૮.૦૫, નાલ્કો રૂ.૧.૬૦ વધીને રૂ.૧૯૧.૪૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૪.૨૫ વધીને રૂ.૬૦૭.૩૫, વેદાન્તા રૂ.૨.૩૦ વધીને રૂ.૪૨૪.૨૫ રહ્યા હતા.

હેલ્થકેર શેરોમાં સિલેક્ટિવ ખરીદી : સુવેન ફાર્મા, ઈપ્કા, સિક્વેન્ટ, આરપીજી, મેનકાઈન્ડમાં આકર્ષણ

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ઘટાડે આજે ફંડોએ પસંદગીની ખરીદી કરી હતી. સુવેન ફાર્માનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૭૮ ટકા વધતાં શેર રૂ.૬૦.૯૦ વધીને રૂ.૧૧૦૬.૬૦, ઈપ્કા લેબ.નો ત્રિમાસિક નફો ૩૮ ટકા વધીને રૂ.૨૬૭ કરોડ થતાં શેર  રૂ.૭૧.૧૫ વધીને રૂ.૧૪૯૧.૫૫, સિક્વેન્ટ રૂ.૬.૮૫ વધીને રૂ.૧૫૮.૧૫, રેઈનબો રૂ.૪૫.૩૦ વધીને રૂ.૧૩૨૪.૯૫, આરપીજી લાઈફ રૂ.૭૭.૪૫ વધીને રૂ.૨૩૮૬, મેનકાઈન્ડ રૂ.૮૦.૬૦ વધીને રૂ.૨૫૦૧.૯૫, સન ફાર્મા રૂ.૫૨.૮૫ વધીને રૂ.૧૭૪૬.૫૦, ઓરોબિન્દો ફાર્મા રૂ.૩૩.૮૦ વધીને રૂ.૧૧૭૯, જેબી કેમિકલ્સ રૂ.૪૪.૬૦ વધીને રૂ.૧૬૭૧.૯૦ રહ્યા હતા.

ફાઈનાન્સ, બેંકિંગ શેરોમાં મજબૂતી : બજાજ ફિનસર્વ, સેન્ટ્રમ, મુથુટ, એસબીઆઈ કાર્ડ, કોટક બેંક વધ્યા

ફાઈનાન્શિયલ સર્વિસિઝ, બેંકિંગ શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. કોટક મહિન્દ્રા બેંક પરના પ્રતિબંધોને આરબીઆઈએ ઉઠાવી લેતાં શેર રૂ.૨૮.૩૦ વધીને રૂ.૧૯૭૧.૬૦ રહ્યો હતો. સેન્ટ્રમ રૂ.૧.૮૭ વધીને રૂ.૩૦.૦૩, મુથુટ ફાઈનાન્સ રૂ.૧૩૬.૩૫ વધીને રૂ.૨૩૧૭.૪૫, એસબીઆઈ કાર્ડ રૂ.૪૨.૭૦ વધીને રૂ.૮૫૯.૪૫, ક્રેડિટ એક્સેસ રૂ.૫૦.૨૫ વધીને રૂ.૧૦૪૮.૩૫, હોમ ફર્સ્ટ રૂ.૩૧.૨૫ વધીને રૂ.૯૭૦, પીએનબી ગિલ્ટ્સ રૂ.૨.૮૯ વધીને રૂ.૯૪.૫૬, પાવર ફાઈનાન્સ રૂ.૧૧.૩૦ વધીને રૂ.૩૮૪.૬૦, બજાજ ફિનસર્વ રૂ.૫૩.૦૫ વધીને રૂ.૧૮૪૦.૬૦, પૂનાવાલા ફિન રૂ.૭.૩૦ વધીને રૂ.૨૯૮.૫૦, બજાજ ફાઈનાન્સ રૂ.૧૮૬.૬૫ વધીને રૂ.૮૪૦૫.૬૫ રહ્યા હતા.

આઈટી શેરોમાં ઓફલોડિંગ : આરપી ટેક, ૬૩ મૂન્સ, બ્લેક બોક્સ, સોનાટા, એમ્ફેસીસ, ટીસીએસ ગબડયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે ફરી મોટી વેચવાલી કરી હતી. આરપી ટેકનો રૂ.૧૯.૫૦ તૂટીને રૂ.૨૯૯, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૩૪.૭૦ તૂટી રૂ.૬૭૭.૫૫, સોનાટા સોફ્ટવેર રૂ.૧૩.૭૦ ઘટીને રૂ.૪૨૯.૩૦, એમ્ફેસીસ રૂ.૭૪.૯૦ તૂટીને રૂ.૨૫૯૩, નેટવેબ રૂ.૩૪.૧૦ ઘટીને રૂ.૧૫૦૧.૬૫, નેલ્કો રૂ.૨૦.૧૦ ઘટીને રૂ.૯૨૦, ઈન્ફોસીસ રૂ.૨૦.૫૦ ઘટીને રૂ.૧૮૪૩.૨૫, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૧૪.૨૦ ઘટીને રૂ.૧૩૩૯.૦૫, પર્સિસ્ટન્ટ રૂ.૪૦.૫૦ ઘટીને રૂ.૫૬૬૬.૨૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૧.૭૦ ઘટીને રૂ.૧૭૦૫.૫૦, ટીસીએસ રૂ.૪૧.૧૦ ઘટીને રૂ.૩૯૦૯.૧૦ રહ્યા હતા.

ઓટો શેરોમાં ઉનો મિન્ડા રૂ.૪૩ તૂટયો : ભારત ફોર્જ નબળા પરિણામે ઘટયો : હીરો, અશોક લેલન્ડ ઘટયા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ આજે ઉછાળે ફરી વેચવાલી નીકળી હતી. અમેરિકાની આયાતને મોંઘી કરવાના સંકેતે ઓટો ઉદ્યોગ પર માઠી અસરના અંદાજોએ વેચવાલી જોવાઈ હતી. ઉનો મિન્ડામાં ફંડોના ઓફલોડિંગે રૂ.૪૨.૮૫ તૂટી રૂ.૯૪૬.૭૦, ભારત ફોર્જનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૧૬ ટકા ઘટીને રૂ.૨૧૩ કરોડ થતાં શેર રૂ.૨૭.૫૫ ઘટીને રૂ.૧૦૭૮, હીરો મોટોકોર્પ રૂ.૬૪.૭૫ તૂટીને રૂ.૩૯૫૪.૧૦, અશોક લેલેન્ડ રૂ.૨.૫૫ ઘટીને રૂ.૨૧૭.૦૫, ટીવીએસ મોટર રૂ.૨૦.૩૦ ઘટીને રૂ.૨૪૭૨.૩૫, આઈશર મોટર્સ રૂ.૩૩.૧૫ ઘટીને રૂ.૪૮૧૭.૭૦, બજાજ ઓટો રૂ.૩૨.૬૫ ઘટીને રૂ.૮૬૬૫.૦૫ રહ્યા હતા.

ઘટાડે વેલ્યુબાઈંગ છતાં સાવચેતીમાં હજુ સ્મોલ, મિડ કેપ શેરોમાં હળવા થતાં ઈન્વેસ્ટરો : ૨૦૮૯ નેગેટીવ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ વધ્યા છતાં  સાવચેતીમાં ઘણા શેરોમાં રિટેલ ઈન્વેસ્ટરો વેચવાલ રહેતાં માર્કેટબ્રેડ્થ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૮૯ અને વધનારની સંખ્યા ૧૮૫૮  રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૨૭૯૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૯૩૪ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે  ગુરૂવારે કેશમાં રૂ.૨૭૮૯.૯૧  કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૨,૧૨૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૯૧૩.૯૧ કરોડની વેચવાલી થઈ હતી.  જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૯૩૪.૫૦ કરોડની ચોખ્ખી ખરીદી  થઈ હતી. કુલ રૂ.૧૩,૧૪૮.૪૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૨૧૩.૯૯ કરોડની વેચવાલી થઈ હતી.


Google NewsGoogle News