મા-દીકરા વચ્ચે 11000 કરોડની સંપત્તિ મુદ્દે બબાલ, કંપનીની કમાન કોને મળશે તે અંગે વિવાદ
Godfrey Philips India Ltd. Stake Dispute In Modi Family: લંડનમાં સ્થાપિત અને ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન કારોબાર વિસ્તરિત કરનારી કંપની ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયા લિમિટેડ હવે ભારતીય કંપની મોદી એન્ટરપ્રાઈઝિસનો હિસ્સો બની છે. પરંતુ આ કંપની મુદ્દે માતા-દિકરા વચ્ચે જંગ છેડાઈ છે. આ કંપની સિગારેટથી માંડી પાન-મસાલા સુધીનો બિઝનેસ કરે છે, જે અગ્રણી કંપનીઓમાં સામેલ છે. આ કંપની ફેમસ બ્રાન્ડ માર્લબોરો સિગારેટ અને પાન વિલાસ છે.
આ કંપનીની કમાન મુદ્દે નવો વિવાદ છેડાયો છે. દિગ્ગજ બિઝનેસમેન અને જીપીઆ કંપનીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર સમીર મોદીએ ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયામાં પોતાની માતાની કમાન અંગે ચિંતા વ્યક્ત કરી છે. સમીર મોદીનો દાવો છે કે, તેમની માં બિના મોદીના નેતૃત્વમાં બિઝનેસ પર જોખમ વધ્યું છે. બિના મોદી આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે. સમીર મોદીને અપેક્ષા છે કે, શેરધારકોની 6 સપ્ટેમ્બરે યોજનારી એજીએમમાં કંપનીના ભવિષ્યને ધ્યાનમાં રાખી વોટિંગ કરવામાં આવે.
સમીર મોદીને દૂર કરવા અંગે કરશે નિર્ણય
સમીર મોદી કંપનીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર છે, તેમણે જણાવ્યું કે, તેમને ઘણીવખત પદ પરથી દૂર કરવાના પ્રયાસો થઈ ચૂક્યા છે. હવે શેરધારકો નક્કી કરશે કે, મને કંપનીમાં રાખવો છે કે નહીં. ગ્લાસ લુઈસે પણ કહ્યું છે કે, તેઓ મને કેમ હટાવવા માગે છે, તેની પર્યાપ્ત માહિતી નથી. ગ્લાસ લુઈસ ટોચી અમેરિકી પ્રોક્સી એડવાઈઝર ફર્મ છે. જેમણે શેરધારકોને બિના મોદીની ચેરપર્સન અને મેનેજમેન્ટ ડિરેક્ટર પદે ફરીથી નિમણૂક કરવાની વિરૂદ્ધમાં મત આપવા સલાહ આપી છે.
આ પણ વાંચોઃ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં નિયમ બદલાયો, જાણી લેજો નહીંતર એકાઉન્ટ થઇ શકે છે બંધ
1100 કરોડની સંપત્તિનો વિવાદ
દિગ્ગજ બિઝનેસમેન કેકે મોદી 2019માં મૃત્યુ પામ્યા હતા. કેકે મોદીના બે દિકરા અને એક દિકરી છે. મોટો દિકરો લલિત મોદી મની લોન્ડ્રિંગ મામલે આરોપી છે, જ્યારે દિકરી ચારૂ ભરતિયા મોદી ગ્રુપનો એજ્યુકેશન બિઝનેસ સંભાળે છે. નાનો દિકરો સમીર મોદી રિટેલ અને કોસ્મેટિક્સ સંબંધિત બિઝનેસ સંભાળે છે. કેકે મોદીના મોત બાદ રૂ. 11000 કરોડની પ્રોપર્ટીની ફાળવણી અંગે મોદી પરિવારમાં ખેંચતાણ વધ્યું છે. આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. હાલ, તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગોડફ્રે ફિલિપ્સનો 50 ટકા હિસ્સો મોદી ફેમિલી પાસે છે.
વિવાદો ઉકેલવાના ઘણા પ્રયાસઃ સમીર મોદી
સમીર મોદીએ જણાવ્યું હતું કે, પિતા કેકે મોદીએ એવા ભવિષ્યની કલ્પના કરી હતી, જેમાં પરિવાર વારસા અને બિઝનેસની નિરંતરતાને જાળવી રાખતાં કામ કરે. મારા પિતાની ઈચ્છા હતી કે, મા અને બહેન કેમિકલ બિઝનેસ સંભાળે, જ્યારે તે અને તેનો મોટો ભાઈ ગોડફ્રે ફિલિપ્સનું સંચાલન કરે.