Microsoft Outage: માઈક્રોસોફ્ટમાં ખામીને કારણે 50000000000 રૂપિયાનું નુકસાન

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
Microsoft Outage: માઈક્રોસોફ્ટમાં ખામીને કારણે 50000000000 રૂપિયાનું નુકસાન 1 - image


Image Source: Twitter

Microsoft Outage: માઈક્રોસોફ્ટના સર્વરમાં શુક્રવારે સર્જાયેલી ખામીના કારણે વિન્ડોઝથી ચાલતી કમ્પ્યુટર સિસ્ટમ્સ ઠપ થઈ ગઈ હતી. આ મુશ્કેલીના કારણે અમેરિકા, કેનેડા, બ્રિટન, જર્મની, ફ્રાન્સથી લઈને ભારત, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં અનેક ઉદ્યોગોમાં કામકાજ ખોરવાયું હતા અને જનતા મુશ્કેલીમાં મુકાઈ હતી. માઈક્રોસોફ્ટના સર્વરમાં આવેલી ખામીનો 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ હજુ સુધી આ ખામી સંપૂર્ણ રીતે દૂર નથી થઈ. બીજી તરફ આ ખામીના કારણે વિશ્વભરમાં અબજો રૂપિયાનું નુકસાન થયું છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એકલા માઈક્રોસોફ્ટને જ લગભગ 5 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. તો અન્ય કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ નુકસાન ખરબો રૂપિયાનું છે. અન્ય એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામી બાદ થોડા જ કલાકોમાં 18 બિલિયન ડોલર (લગભગ 15 અબજ રૂપિયા)નું નુકસાન વેઠવું પડ્યું છે. જોકે, હજુ સુધી સ્પષ્ટ આંકડો સામે નથી આવ્યો. આ સમસ્યા દૂર થયા બાદ જ નુકસાનની તસવીર સ્પષ્ટ થઈ શકશે. 

બીજી તરફ આ ખામીની અસર શનિવારે પણ નજર આવી રહી છે. ઈન્ડિગો એરલાઈન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે આની અસર વીકેન્ડ પર પણ રહી શકે છે. એરલાઈન્સે મુસાફરોને કહ્યું કે, એરપોર્ટ માટે નીકળતા પહેલા પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરી લેવું. તેના માટે કંપનીએ એક લિંક પર શેર કરી છે, જેમાં PNR સહીત બીજી ડિટેલ્સ ટાઈપ કરીને ફ્લાઈટનું સ્ટેટસ જાણી શકાય છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું- એરલાઈન સિસ્ટમ નોર્મલ થઈ

એરપોર્ટ પર તમામ એરલાઈન્સ સિસ્ટમે સરળતાથી કામ કરવાનું શરૂ કરી દીધુ છે. આ જાણકારી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આજે આપી છે. મંત્રાલયે કહ્યું કે, સવારે 3:00 વાગ્યાથી એરપોર્ટ્સ પર એરલાઈન સિસ્ટમે સામાન્ય રીતે કામ કરવાનું શરૂ કરી દીધુ છે. ફ્લાઈટ સંચાલન હવે સરળતાથી ચાલી રહ્યું છે. જો કે, ગઈકાલની ખામીના કારણે થોડો બેકલોગ છે, પરંતુ તેને ધીમે-ધીમે દૂર કરવામાં આવી રહ્યો છે. આજે બપોર સુધીમાં તમામ પરેશાની દૂર થઈ જશે. 

વિશ્વભરમાં 5 હજાર ફ્લાઈટ્સ થઈ કેન્સલ

શુક્રવારે આવેલી આ ખામીના કારણે વિશ્વભરના એરપોર્ટ પર ફ્લાઈટ્સ ઠપ્પ થઈ ગઈ હતી. લગભગ 5 હજાર ફ્લાઈટ્સ કેન્સલ થઈ ગઈ હતી. ભારતમાં 300 થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થઈ હતી. જેમાં એકલા ઈન્ડિગોની જ 250થી વધુ ફ્લાઈટ્સ સામેલ હતી. સ્પાઈસ જેટની એક પણ ફ્લાઈટ કેન્સલ નહોતી થઈ. એરલાઈન્સે આ અંગે એક્સ પર પોસ્ટ પણ કરી છે. તેમાં Zero cancellations લખ્યું છે. શનિવારે કોઈપણ એરલાઈન્સની ફ્લાઈટ કેન્સલ થવા અંગે હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી. પરંતુ એરલાઈન્સ કંપનીઓએ મુસાફરોને કહ્યું છે કે, તમે એરપોર્ટ પર વધુ સમય લઈને આવો. 


Google NewsGoogle News