2021 બાદ પહેલીવાર Appleને પછાડીને મોટી કંપની બની Microsoft, જાણો બંન્નેનું માર્કેટ કેપ
માઈક્રોસોફ્ટ હવે સામાન્ય માર્જિનથી એપલને હરાવીને વિશ્વની સૌથી મોટી કંપની બની ગઈ છે
માઈક્રોસોફ્ટે અન્ય કંપનીઓની તુલનામાં એઆઈ (AI)મામલે બાજી મારી વિશ્વમાં સૌથી આગળ વધી ગઈ
Image Twitter |
તા. 12 જાન્યુઆરી 2024, શુક્રવાર
Microsoft vs Apple: વિશ્વની બે દિગ્ગજ કંપનીઓ એપલ (Apple) અને માઈક્રોસોફ્ટ (Microsoft) વચ્ચે હાલ બજારમાં ટોપનું સ્થાન જાળવી રાખવા બાબતે જંગ ચાલી રહ્યો છે. બંને કંપનીઓનું માર્કેટ કેપ (Market Capitalization) એટલું સરખું થવા આવ્યું છે, કે વિશ્વમાં સૌથી મૂલ્યવાન કંપની બનવા માટે રોજ લડાઈ ચાલી રહી છે. પરંતુ મહત્વની વાત એ છે કે, માઈક્રોસોફ્ટ હવે સામાન્ય માર્જિનથી એપલને હરાવીને વિશ્વની સૌથી મોટી કંપની બની ગઈ છે. સોફ્ટવેર બનાવતી કંપની માઈક્રોસોફ્ટની હાલમાં માર્કેટ કેપ 2.888 છે જ્યારે આઈફોન બનાવતી એપલની માર્કેટ કેપ 2.887 ટ્રિલિયન ડોલર પર આવી ગઈ છે.
2021 પછી પહેલીવાર Apple ને પછાડ્યું
રિપોર્ટ પ્રમાણે, ગત ગુરુવારે બંને કંપનીના આંકડામાં ભલે ન બરાબર તફાવત હતો, પરંતુ માઇક્રોસોફ્ટ હવે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. વર્ષ 2021 બાદ પહેલીવાર એવુ થયું કે, જ્યારે એપલનું માર્કેટ કેપ માઇક્રોસોફ્ટથી નીચે આવી ગયું હતુ.
માઈક્રોસોફ્ટને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની વધતી માંગના કારણે મોટો ફાયદો
એપલ માટે વર્ષ 2024ની શરુઆત પહેલાના કેટલાક વર્ષો સૌથી ખરાબ રહ્યા છે. એપલની પ્રોડેક્ટની માંગમાં સતત ઘટાડો આવવાથી કંપની ચિંતિત છે. હાલમાં માઇક્રોસોફ્ટના શેરમાં 1.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની વધતી માંગના કારણે માઈક્રોસોફ્ટને મોટો ફાયદો થયો છે. માઈક્રોસોફ્ટે અન્ય કંપનીઓની તુલનાએ એઆઈ (AI) મામલે બાજી મારી વિશ્વમાં સૌથી આગળ વધી ગઈ. આ સાથે રોકાણકારોને પણ કંપનીમાં વધુ રસ સતત વધી રહ્યો છે.