Get The App

Metaમાં 3500થી વધુ કર્મચારીની છટણીની તૈયારી, જાણો કંપનીએ કેમ લીધો આ નિર્ણય

Updated: Jan 15th, 2025


Google NewsGoogle News
Meta Layoffs


Meta Layoffs: ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની માલિકીની કંપની ધરાવતી મેટામાં ટૂંક સમયમાં કર્મચારીઓની છટણી થઇ શકે છે. વાસ્તવમાં, મેટા આ વર્ષે તેના સૌથી ખરાબ પ્રદર્શન કરનારા 5% કર્મચારીઓની છટણી કરવાનું આયોજન કરી રહી છે, જેથી તેમના સ્થાને નવા કર્મચારીઓની નિમણૂક કરી શકાય. આ જાણકારી કર્મચારીઓને આંતરિક મેમો દ્વારા આપવામાં આવી છે.

કંપની નવા માપદંડો અનુસાર અંડરપર્ફોર્મર્સની છટણી થશે 

સપ્ટેમ્બર સુધી મેટામાં લગભગ 72,000 લોકો કામ કરતા હતા. આવી સ્થિતિમાં 5%નો કાપ લગભગ 3600 નોકરીઓને અસર કરી શકે છે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કર્મચારીઓને મોકલેલા ઈન્ટરનલ મેમોમાં જણાવ્યું છે કે હવે પરફોર્મન્સના સ્કેલને વધારવાનો નિર્ણયના કારણે હવે પરફોર્મન્સના આધારે તેમનું કામ જોવામાં આવશે. આવી સ્થિતિમાં, કંપની નવા માપદંડો અનુસાર અંડરપર્ફોર્મર્સની છટણી કરશે.

5% અંડર-પર્ફોર્મર્સ કર્મચારીઓને નોકરી ગુમાવશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેટાના આ નિર્ણયના કારણે કંપનીના 5% અંડર-પર્ફોર્મર્સ કર્મચારીઓને નોકરી ગુમાવવી પડી શકે છે. કંપનીના મેમોના આધારે, હાલમાં કંપની એવા કર્મચારીઓને જાળવી રહી છે જેઓ વર્ષ દરમિયાન તેની અપેક્ષાઓ પૂરી કરી રહ્યાં નથી. તેથી, કંપની પર્ફોર્મન્સના આધારે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને અંડર-પર્ફોર્મર્સને નોકરીમાંથી કાઢી મુકાશે. 

આ પણ વાંચો: ડિસેમ્બર, 2024માં રીટેલ ફુગાવો ઘટીને 5.22 ટકા : ચાર મહિનાના તળિયે

આ પહેલા પણ થઇ ચૂકી છે મોટી છટણી 

વિશ્વની મોટી ટેક કંપનીઓમાં વર્ષ 2022 થી સતત છટણી ચાલુ છે. આ પહેલીવાર નથી કે જ્યારે મેટાએ છટણીની જાહેરાત કરી હોય. જણાવી દઈએ કે ઝૂકરબર્ગે વર્ષ 2023ને કંપનીનું 'યર ઓફ એફિશિયન્સી' જાહેર કર્યું હતું અને ત્યારબાદ મેટાએ 10 હજાર કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી. મેટાએ વર્ષ 2022થી લગભગ 21 હજાર નોકરીઓ પર કાપ મુક્યો છે.

Metaમાં 3500થી વધુ કર્મચારીની છટણીની તૈયારી, જાણો કંપનીએ કેમ લીધો આ નિર્ણય 2 - image


Google NewsGoogle News