સિંગાપોર-હોંગકોંગના પ્રતિબંધ બાદ ભારત સરકારે પણ MDH-એવરેસ્ટના અમુક મસાલાઓ પર પગલાં લીધા
Image: FreePik |
MDH-Everest Masala Banned: સિંગાપોર અને હોંગકોંગમાં ભારતીય મસાલા કંપની એવરેસ્ટ અને એમડીએચના અમુક મસાલાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ ભારત સરકારે પણ આ મસાલાઓની ગુણવત્તા ચકાસવા આદેશ આપ્યો છે. તેમજ દેશમાં વેચાતી અન્ય કંપનીઓના મસાલાઓની પણ તપાસ કરવા કહ્યુ છે.
મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ સિંગાપોર અને હોંગકોંગની ભારતીય કંપનીઓના મસાલા વિરૂદ્ધ કાર્યવાહીને ધ્યાનમાં લેતાં દેશભરમાં એમડીએચ એવરેસ્ટ સહિત તમામ બ્રાન્ડના મસાલાના નમૂના લેવાનું શરૂ કર્યું છે. વર્તમાન સ્થિતિને પગલે તે મસાલાઓ એફએસએસએઆઈના માપદંડોને આધિન નહિં હોય તેના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાશે.
નિકાસ થતાં મસાલાની ગુણવત્તા પર નિયંત્રણ નહિં
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા નિકાસ થતાં મસાલાઓની ગુણવત્તા પર નિયંત્રણ ધરાવતી નથી. તેણે નિકાસ થતાં મસાલાઓના પણ નમૂનાઓ લેવાનું શરૂ કર્યું છે. જેની તપાસ કરી રિપોર્ટ જારી કરશે.
કેન્સરજન્ય તત્વો મળી આવ્યા
હોંગકોંગ અને સિંગાપોરે એમડીએચ અને એવરેસ્ટના અમુક મસાલામાં એથિલિન ઓક્સાઈડ મળી આવ્યો છે. જે જંતુનાશક તરીકે વપરાય છે. એથિલિન ઓક્સાઈડથી કેન્સર થવાનું જોખમ હોવાથી સિંગાપોર અને હોંગકોંગે આ મસાલાઓના વેચાણ પર પ્રતિબંધ લાદી બજારમાંથી દૂર કરવા નિર્દેશ કર્યો છે.
શું છે એથિલિન ઓક્સાઈડ
એથિલિન ઓક્સાઈડ સ્વાદ અને ગંધહીન કેમિકલ છે, જેનો ઉપયોગ કૃષિ, હેલ્થકેયર અને ખાદ્ય પદાર્થોને કિટાણુઓથી મુક્ત રાખવા થાય છે. જો કે, તેનું વધતુ પ્રમાણ લાંબાગાળે કેન્સર જેવી ગંભીર બિમારીનું કારણ બની શકે છે.