MCX Gold: સાપ્તાહિક સોનાનો વાયદો રૂ. 2360 અને ચાંદી વાયદો રૂ. 4936નો જંગી ઉછાળો
Gold Price Boom: દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,10,020 સોદાઓમાં રૂ.62,595.23 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.68,699ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.70,275 અને નીચામાં રૂ.68,021ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,360ના ઉછાળા સાથે રૂ.70,037ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.2,119 ઊછળી રૂ.55,981 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.284 વધી રૂ.6,855ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.2,020ના ઉછાળા સાથે રૂ.69,612ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.75,450ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.80,098 અને નીચામાં રૂ.75,010ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.4,936ના ઉછાળા સાથે રૂ.79,984ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.4,811ના ઉછાળા સાથે રૂ.79,851 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.4,788 ઊછળી રૂ.79,818 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 74,827 સોદાઓમાં રૂ.7,945.38 કરોડના વેપાર થયા હતા. તાંબુ એપ્રિલ વાયદો રૂ.761.85ના ભાવે ખૂલી, રૂ.42.50 વધી રૂ.803.15 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.14.15 વધી રૂ.222.85 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.7.45 વધી રૂ.186ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.16.70 વધી રૂ.234ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.13.85 વધી રૂ.222.80 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.7.45 વધી રૂ.185.70 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.16.40 વધી રૂ.233.55 બંધ થયો હતો.
ક્રૂડ વાયદો રૂ. 214 વધ્યો
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 4,61,178 સોદાઓમાં રૂ.15,137.22 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,940ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,191 અને નીચામાં રૂ.6,892ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.214 વધી રૂ.7,123 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.214 વધી રૂ.7,120 બંધ થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.146ના ભાવે ખૂલી, રૂ.3 વધી રૂ.149.50 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 3 વધી 149.6 બંધ થયો હતો.