વિદેશી રોકાણકારોની રૂ.7695 કરોડની જંગી ખરીદી

- સેન્સેક્સ ૧૪૪૦ પોઈન્ટ ઉછળી ૮૨૯૬૩:નિફટી ૪૭૦ પોઈન્ટની છલાંગે ૨૫૩૮૯ નવી ટોચે :

- નિફટી એક્સપાયરી સાથે વિક્રમી તેજી: DIIની કેશમાં રૂ.૧૮૦૦ કરોડની વેચવાલી

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
વિદેશી રોકાણકારોની રૂ.7695 કરોડની જંગી ખરીદી 1 - image


મુંબઈ : વૈશ્વિક બજારોમાં અમેરિકી બજારોમાં ગઈકાલે નાસ્દાક અને ડાઉ જોન્સ આરંભિક કડાકા બાદ ઝડપી રિકવરીએ મજબૂતી સાથે આજે એશીયા, યુરોપના બજારોમાં સાર્વત્રિક તેજી સાથે ભારતીય શેર બજારોમાં આજે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો તેજીમાં આવી આક્રમક ખરીદી કરતાં અણધારી ઐતિહાસિક તેજી થઈ હતી. વૈશ્વિક મોરચે ચાઈના દ્વારા  તેના પાંચ ટ્રીલિયન ડોલરના મોર્ગેજ પરના વ્યાજ દરમાં  ઘટાડો કરવાના અહેવાલ અને સાંજે યુરોપીય સેન્ટ્રલ બેંક (ઈસીબી) દ્વારા વ્યાજ દરમાં ૨૫ બેઝિઝ પોઈન્ટનો ઘટાડો કરાતાં પૂર્વે વૈશ્વિક બજારોમાં તેજી આવી હતી. ડેરિવેટીવ્ઝમાં નિફટી ૫૦ની એક્સપાયરીના દિવસે મંદીના ખેલંદાઓ ટ્રેપમાં આવી જઈ ઈન્ડેક્સ બેઝડ ફંડોએ વનસાઈડ તેજીનું મોટું તોફાન મચાવી ઈન્ટ્રા-ડે પ્રથમ વખત સેન્સેક્સને ૮૩૦૦૦ની સપાટી અને નિફટીને ૨૫૪૦૦ની સપાટી પાર કરાવી હતી. ખાસ નિફટી ૫૦માં એક્સપાયરીને લઈ આજે છેલ્લી ઘડીમાં  મંદીના ખેલાડીઓના મોટા વેચાણો કપાતાં બજારે ઈન્ડેક્સ બેઝડ તીવ્ર ઉછાળો નોંધાવ્યો હતો.

આક્રમક તેજીનું તોફાન

ગઈકાલે સેન્સેક્સ, નિફટી બેઝડ નરમાઈના બજારમાં પણ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ) શેરોમાં કેશમાં નેટ ખરીદદાર રહેતાં અને પ્રાઈમરી માર્કેટમાં ગઈકાલે બજાજ હાઉસીંગ ફાઈનાન્સના આઈપીઓમાં રેકોર્ડ ૮૮ લાખથી વધુ અરજીઓ સાથે ભરણું રૂ.૩.૨૦ લાખ કરોડની ડિમાન્ડ સાથે ભરાતાં અને મ્યુચ્યુઅલ ફંડોમાં એસઆઈપી થકી રોકાણ પ્રવાહ સતત વહેતો રહેતાં અને વૈશ્વિક બજારોની તેજી પાછળ ફોરેન ફંડોએ આજે ફ્રન્ટલાઈન શેરોમાં તોફાન મચાવી રેકોર્ડ તેજી કરી ઈન્ટ્રા-ડે સેન્સેક્સને પ્રથમ વખત ૮૩૦૦૦ની સપાટી પાર કરાવી ૮૩૧૧૬ની નવી ટોચે અને  નિફટી ૫૦ ઈન્ડેક્સ પણ ઈન્ટ્રા-ડે ૨૪૪૦૦ની સપાટી પાર કરાવી ૨૫૪૩૩.૩૫ નવી ટોચે લાવી દીધો હતો. અંતે સેન્સેક્સ ૧૪૩૯.૫૫ પોઈન્ટ ઉછળી ૮૨૯૬૨.૭૧ અને નિફટી ૪૭૦.૪૫ પોઈન્ટ ઉછળીને ૨૫૩૮૮.૯૦ની નવી ઊંચાઈએ બંધ રહ્યા હતા.

ઓટો ઈન્ડેક્સ ઉછળ્યો 

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ગઈકાલે ટાટા મોટર્સ દ્વારા વાહનોના ભાવો પર ડિસ્કાઉન્ટ વેચાણ કરવાનું જાહેર કર્યાની નેગેટીવ અસર બાદ આજે એકાએક મંદીના ઓળીયા પકડી તેજીવાળાઓએ અણધારી આક્રમક તેજી કરી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૯.૧૫ વધીને રૂ.૨૭૪૨.૨૫, બોશ રૂ.૧૦૧૩.૮૦ વધીને રૂ.૩૪,૧૨૮.૯૫, આઈશર મોટર્સ રૂ.૧૪૧.૨૫ વધીને રૂ.૪૮૭૫.૧૫, મધરસન સુમી રૂ.૪.૯૦ વધીને રૂ.૧૮૮.૭૦, બજાજ ઓટો રૂ.૩૦૧.૧૦ વધીને રૂ.૧૧,૭૨૬.૪૦, હીરો મોટોકોર્પ રૂ.૧૪૬ વધીને રૂ.૫૮૦૩.૪૦, ટીવીએસ મોટર રૂ.૬૧.૯૦ વધીને રૂ.૨૮૨૦.૫૫, મારૂતી સુઝુકી રૂ.૧૪૪.૩૫ વધીને રૂ.૧૨,૩૯૨.૮૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૧૩૨.૪૬ પોઈન્ટ ઉછળીને ૫૮૧૬૮.૮૦  બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝની છલાંગ 

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોએ આજે અણધારી આક્રમક તેજી કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૭૨.૨૯ પોઈન્ટ ઉછળીને ૭૨૬૦૬.૭૬ બંધ રહ્યો હતો. એબીબી ઈન્ડિયા રૂ.૧૩૭.૫૦ વધીને રૂ.૭૭૦૫.૫૫ રહ્યા હતા. આ સાથે અદાણી પાવર રૂ.૨૪.૫૫ વધીને રૂ.૬૫૧.૩૫, એનટીપીસી રૂ.૧૫.૧૦ વધીને રૂ.૪૦૪.૮૦, જેએસડબલ્યુ એનજીૅ રૂ.૧૯.૩૦ વધીને રૂ.૭૬૦.૨૦ રહ્યા હતા.

આઈટી ઈન્ડેક્સ  ઉછળ્યો 

અમેરિકી શેર બજાર નાસ્દાકમાં તેજી પાછળ આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ ફંડોએ તેજી કરી હતી. ટેક મહિન્દ્રા રૂ.૩૯.૧૫ વધીને રૂ.૧૬૪૧.૮૦, ઈન્ફોસીસ રૂ.૩૯.૫૫ વધીને રૂ.૧૯૫૦.૩૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૧૭.૩૦ વધીને રૂ.૧૧,૫૯૦, માસ્ટેક રૂ.૫૯.૭૦ વધીને રૂ.૨૭૨૦.૮૦, સિએન્ટ રૂ.૪૬.૩૫ વધીને રૂ.૨૧૨૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૭.૧૦ વધીને રૂ.૧૮૦૫.૫૫ રહ્યા હતા.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરો વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે આક્રમક ખરીદી રહી હતી. વોલ્ટાસ રૂ.૨૮.૭૦ વધીને રૂ.૧૮૫૫.૭૦, ટાઈટન કંપની રૂ.૫૨.૧૫ વધીને રૂ.૩૭૬૩.૪૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૭૧.૧૦ વધીને રૂ.૧૨,૮૬૪.૫૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ૧૦૦૨.૯૨ પોઈન્ટ ઉછળીને ૬૬૦૮૩.૫૫ બંધ રહ્યો હતો. 

સ્મોલ, મિડ કેપમાં તેજી

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફરી તોફાની તેજીનો ટ્રેન્ડ જોવાઈ માર્કેટબ્રેડથ પોઝિટીવ બન્યા છતાં મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ફંડોએ ઉછાળે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ કરવાનું ચાલુ રાખ્યાનું અને રોકાણ પોર્ટફોલિયો હળવો કરવાનું ચાલુ રાખ્યું હતું. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી  ૪૦૬૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૬૦૩થી વધીને ૨૩૩૭ અને ઘટનારની સંખ્યા ૨૩૬૮થી ઘટીને ૧૬૦૯ રહી હતી.

DIIની રૂ.૧૮૦૧ કરોડની વેચવાલી

એફઆઈઆઈઝની આજે ગુરૂવારે કેશમાં શેરોમાં રૂ.૭૬૯૫ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૮૦૦.૫૪ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. 

રોકાણકારોની સંપતિવધી

શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ આક્રમક તેજી સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપના ઘણા શેરોના ભાવો ઉછળી આવતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ એક દિવસમાં રૂ.૬.૬૦  લાખ કરોડ વધીને રૂ.૪૬૭.૩૬ લાખ કરોડ રહ્યું હતું.

Sensex

Google NewsGoogle News