ફરવાના શોખીનો ધ્યાન રાખજો, ક્યાંક આધાર કાર્ડથી ફ્રોડ તો નથી થઈ રહ્યું ને! આ સાવચેતી અવશ્ય રાખો
How To Download Masked Aadhaar Card To Prevent Fraud: દેશના પ્રત્યેક નાગરિકની ઓળખ બન્યું છે આધાર કાર્ડ. જેની મદદથી સરકારી, બેન્કિંગ સહિતના તમામ કામકાજ સરળ બન્યા છે. ફરવાના શોખીનોએ પણ તેમના આધાર કાર્ડ તો જોડે જ રાખવા પડે છે. જેથી તેઓ આ મહત્ત્વના ઓળખ પત્રની મદદથી હોટલમાં રોકાણ કરી શકે છે, અમુક સ્થળોએ પ્રવેશ કરી શકે છે. પરંતુ આ રીતે ગમે-ત્યાં આધાર કાર્ડ આપતી વખતે અમુક સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે, નહીં તો બેન્કિંગ ફ્રોડ સહિતના ફ્રોડનો ભોગ બની શકો છો.
આ રીતે ફ્રોડથી બચો
આધાર કાર્ડ દરેક અધિકૃત કામકાજમાં જરૂરી બન્યું હોવાથી તેની મદદથી વ્યક્તિનો તમામ ડેટા ફ્રોડ કરનારાને મળી જાય છે. જેથી હોટલ બુકિંગ કે અન્ય જાહેર સ્થળો પર આધાર કાર્ડ માગવામાં આવે ત્યારે તમે ઓરિજિનલ આધાર કાર્ડ આપવાના બદલે માસ્ક્ડ આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છે. જેમાં આધાર કાર્ડના આઠ ડિજિટ હાઈડ હોય છે.
આ પણ વાંચોઃ GST કાઉન્સિલની બેઠકમાં આ મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા, જાણો તમને કઈ રીતે થશે ફાયદો
શું હોય છે માસ્ક્ડ આધાર કાર્ડ
આધાર કાર્ડની મદદથી માસ્ક્ડ આધાર કાર્ડ પણ એક જરૂરી દસ્તાવેજ હોય છે. જેનો ઉપયોગ આઈડી પ્રુફ માટે કરી શકાય છે. માસ્ક્ડ આધાર કાર્ડમાં આધાર નંબરના પ્રથમ આઠ નંબર દેખાતા હોતા નથી. લોકોને માત્ર ચાર ડિજિટ જ દેખાય છે. જેમાં તમારી તમામ વિગતો સુરક્ષિત હોય છે. માસ્ક્ડ આધાર કાર્ડ ઓરિજિનલ આધાર કાર્ડનુ જ એક વર્ઝન છે. જેને તમે ટ્રાવેલિંગ દરમિયાન તમારી સાથે રાખી શકો છો, જેથી તમારૂ ઓરિજિનલ કાર્ડ ગુમ થઈ જવાનું જોખમ પણ દૂર થાય છે. એરપોર્ટ પર પણ તમે માસ્ક્ડ આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો.
આ રીતે ડાઉનલોડ કરો માસ્ક્ડ આધાર કાર્ડ
1. સૌથી પહેલાં UIDAIની સત્તાવાર વેબસાઈટ https:uidai.gov.in પર ક્લિક કરો.
2. ત્યારબાદ માય આધાર વિકલ્પ પર ક્લિક કરી ડાઉલોડ આધાર કાર્ડ પર ક્લિક કરો.
3. જેમાં તમારો આધાર કાર્ડ નંબર એડ કરી કેપ્ચા કોડ લખો, ત્યારબાદ સેન્ડ ઓટીપી વિકલ્પ પર ક્લિક કરો.
4. ત્યારબાદ ચેકબોક્સમાં ડાઉનલોડ માસ્ક્ડ આધાર વિકલ્પ પર ટિક કરી સબમિટ કરો.
5. ત્યારબાદ આધારથી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી ઉમેરી ડાઉનલોડ વિકલ્પ પસંદ કરો.
6. જેથી માસ્ક્ડ આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે, જે પાસવર્ડ સિક્યોર હશે
7. પાસવર્ડ માટે તમારે તમારા નામના ચાર અક્ષર અને જન્મ તારીખનો મહિનો અને વર્ષ નાખવાની રહેશે, જેમ કે, તમારૂ નામ પારૂલ છે અને જન્મ તારીખ 12-09-1980 છે, તો પાસવર્ડમાં paru091980 લખવાનું રહેશે.