Get The App

શેરબજારમાં ફરી તેજી! સેન્સેક્સ 1300 પોઈન્ટ ઉછળી 82000 ક્રોસ, નિફ્ટીની 25000 તરફ આગેકૂચ

Updated: Dec 5th, 2024


Google NewsGoogle News
Stock Market Boom


Stock Market Boom: શેરબજારમાં મોર્નિંગ સેશનમાં નેગેટિવ ટ્રેન્ડ બાદ બપોરના સેશનમાં ફરી પાછી તેજી આવી છે. સેન્સેક્સ મોર્નિંગ સેશનમાં 488 પોઈન્ટનો કડાકો નોંધાવ્યા બાદ બપોરના ટ્રેડિંગ સેશનથી પુરઝડપે દોડી રહ્યો છે. 2.33 વાગ્યે 1255.42 પોઈન્ટ ઉછળી 82215 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 344.65 પોઈન્ટ ઉછળી 24812.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 

230 શેર્સ વર્ષની નવી ટોચે

બીએસઈ ખાતે આજે અત્યારસુધીમાં 230 શેર્સ વર્ષની ટોચે અને 11 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા છે. 385 શેર્સમાં અપર સર્કિટ અને 197 શેર્સ લોઅર સર્કિટ વાગી છે. FII દ્વારા સળંગ ત્રણ દિવસથી રોકાણનો બજારને ટેકો મળ્યો છે. આઈટી અને ટેક્નોલોજી શેર્સની ડીમાન્ડ વધી છે. સેન્સેક્સ પેકમાં એનટીપીસી સિવાય તમામ શેર્સમાં ઉછાળો નોંધાયો હતો.


શેરબજારમાં આજે નિફ્ટી એફએન્ડઓ એક્સપાયરી હોવાથી સેટલમેન્ટના કારણે સવારે માર્કેટ નેગેટિવ ઝોનમાં ખૂલ્યું હોવાનું તારણ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. બીજી તરફ આરબીઆઈ આવતીકાલે મોનેટરી પોલિસીની જાહેરાતમાં સતત 11મી વખત વ્યાજના દરો જાળવી રાખશે તેવા અહેવાલોના પગલે પણ શેર્સમાં ખરીદી વધી છે. ઈન્ફોસિસ, ટીસીએસના શેર્સ 3 ટકાથી વધુ ઉછાળા સાથે સેન્સેક્સ પેકના ટોપ ગેનર બન્યા છે. 2.36 વાગ્યે ઈન્ફોસિસ 3.05 ટકા, ટીસીએસ 2.96 ટકા, ટાઈટન 2.98 ટકા, બજાજ ફાઈનાન્સ 2.28 ટકા ઉછળ્યા છે. એચસીએલ ટેક પણ 2.18 ટકા ઉછળ્યો છે. 

આ પણ વાંચોઃ ઓનલાઈન ખરીદીના શોખીનો માટે કામના સમાચાર, ખરાબ ગુણવત્તાવાળું ભોજન કે વસ્તુની ફરિયાદ અહીં કરો, ઘેરબેઠાં વળતર મળશે

આઈટી-ટેક્નો, બેન્કિંગ શેર્સમાં ઉછાળો

એફએન્ડઓ એક્સપાયરી સેટલમેન્ટ તેમજ ટ્રમ્પની શપથવિધિ બાદ સેક્ટર પર સકારાત્મક અસરોની અટકળો વચ્ચે આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં આજે આકર્ષક ખરીદી જોવા મળી હતી. આઈટી ઈન્ડેક્સ 1.45 ટકા અને ટેક્નોલોજી ઈન્ડેક્સ 1.44 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. બેન્કિંગ શેર્સમાં પણ ખરીદી વધી છે. બેન્કેક્સ 0.73 ટકા ઉછળ્યો છે.

રિયાલ્ટી શેર્સમાં વોલેટિલિટી વધી

રિયાલ્ટી શેર્સ છેલ્લા ઘણા સપ્તાહથી તેજીમાં હતો. જેથી તેમાં હવે પ્રોફિટ બુકિંગ શરૂ થયુ છે. પરિણામે શેર્સમાં વોલેટિલિટી વધી છે. આજે રિયાલ્ટી ઈન્ડેક્સ 0.49 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. પાવર ઈન્ડેકસ 0.16 ટકા ઘટાડે કારોબાર થઈ રહ્યો હતો.

શેરબજારમાં ફરી તેજી! સેન્સેક્સ  1300 પોઈન્ટ ઉછળી 82000 ક્રોસ, નિફ્ટીની 25000 તરફ આગેકૂચ 2 - image


Google NewsGoogle News