શેરબજારમાં રોકાણકારોને કમાણી જ કમાણી, 6 માસમાં મૂડી 1 લાખ કરોડ ડોલર વધી રેકોર્ડ સ્તરે

Updated: May 21st, 2024


Google NewsGoogle News
શેરબજારમાં રોકાણકારોને કમાણી જ કમાણી, 6 માસમાં  મૂડી 1 લાખ કરોડ ડોલર વધી રેકોર્ડ સ્તરે 1 - image


BSE Market Cap: BSE ખાતે લિસ્ટેડ કંપનીઓનુ માર્કેટ કેપ પ્રથમ વખત 5 લાખ કરોડ ડોલરની ટોચે પહોંચ્યું છે. આજે બીએસઈ માર્કેટ કેપ 414.46 લાખ કરોડ નોંધાઈ છે. 31 ડિસેમ્બરે માર્કેટ કેપ 364.29 લાખ કરોડ હતી. આ વર્ષની શરૂઆતથી અત્યારસુધી કુલ 633 અબજ ડોલર (રૂ. 50.24 લાખ કરોડ)નો વધારો છે. આજે સ્મોલકેપ અને મીડકેપ ઈન્ડેક્સ આજે રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા. નવેમ્બર, 2021માં રૂ. 335.60 લાખ કરોડ (4 લાખ કરોડ ડોલર) થઈ હતી. ત્યાંથી રોકાણકારોની મૂડી છ માસમાં જ 1 લાખ કરોડ ડોલર (રૂ. 78.85 લાખ કરોડ) વધી છે. 

છ મહિનામાં માર્કેટ કેપ 1 લાખ કરોડ ડોલર વધી

બીએસઈની માર્કેટ કેપ નવેમ્બર, 2023માં જ 4 લાખ કરોડ ડોલરે પહોંચી હતી. જ્યાંથી 5 લાખ કરોડ ડોલરે પહોંચતાં માત્ર છ માસનો સમય થયો છે. મે, 2007માં પ્રથમ વખત બીએસઈ માર્કેટ કેપ 1 લાખ કરોડ ડોલરની સપાટી ક્રોસ કરી હતી. ત્યારથી 2 લાખ કરોડ ડોલર (જુલાઈ, 2017) થતાં તેને 10 વર્ષ લાગ્યા હતા. મે, 2021માં 3 લાખ કરોડ ડોલર નોંધાયા બાદ અઢી વર્ષે 4 લાખ કરોડ ડોલરનું લેવલ ક્રોસ કર્યુ હતું.

5 લાખ કરોડ ડોલરની માર્કેટ કેપ ક્લબમાં ભારત સામેલ

વિશ્વના ચાર સ્ટોક એક્સચેન્જ જ હાલ 5 લાખ કરોડ ડોલરથી વધુની માર્કેટ કેપ ધરાવે છે. જેમાં યુએસએ 55.64 લાખ કરોડ ડોલર, ચીન 9.4 લાખ કરોડ ડોલર, જાપાન 6.42 લાખ કરોડ અને હોંગકોંગ 5.47 લાખ કરોડ સમાવિષ્ટ છે. હવે બીએસઈ 5 લાખ કરોડ ડોલર માર્કેટ કેપ  સાથે આ ક્લબમાં ભારત પણ સામેલ થયું છે.

ઉભરતા બજારોમાં મોખરે

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ભારતનું માર્કેટ કેપિટાઈઝેશન આ વર્ષે 12 ટકા વધ્યું છે. જ્યારે અમેરિકન સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપ 10 ટકા અને હોંગકોંગનું એક્સચેન્જ 16 ટકા વધ્યું છે. જે ભારતનું સ્ટોક માર્કેટ ઉભરતા બજારોમાં મોખરે હોવાનું દર્શાવે છે. વૃદ્ધિની દ્રષ્ટિએ ભારતીય સ્ટોક એક્સચેન્જ ઝડપથી વિકસી રહ્યા છે.

તેજી માટે જવાબદાર પરિબળ

ભારતીય સ્ટોક માર્કેટનું માર્કેટ કેપિટાઈઝેશન વધવા પાછળનું કારણ સ્મોલકેપ અને મીડકેપ શેરોની તેજી છે. 2024માં અત્યારસુધી સેન્સેક્સ 2.3 ટકા વધ્યો છે. જ્યારે બીએસઈ મીડકેપ અને સ્મોલકેપ 16.3 ટકા અને 11.5 ટકા વધ્યો છે.

  શેરબજારમાં રોકાણકારોને કમાણી જ કમાણી, 6 માસમાં  મૂડી 1 લાખ કરોડ ડોલર વધી રેકોર્ડ સ્તરે 2 - image



Google NewsGoogle News