Get The App

મેન્યુ. પ્રવૃત્તિમાં વધારો થતાં ઉત્પાદન ક્ષેત્રે કર્મચારીઓની ભરતી 19 વર્ષની ટોચે

- જૂનના ઉત્પાદન ક્ષેત્રના પીએમઆઈમાં વધારો

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
મેન્યુ. પ્રવૃત્તિમાં વધારો થતાં ઉત્પાદન ક્ષેત્રે કર્મચારીઓની ભરતી 19 વર્ષની ટોચે 1 - image


મુંબઈ : મજબૂત માગને પગલે ઓર્ડરમાં વધારો થતાં જૂનમાં દેશનો ઉત્પાદન ક્ષેત્રનો એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) મેના ૫૭.૫૦ની સરખામણીએ વધી ૫૮.૩૦ રહ્યો હતો. 

મજબૂત માગને પરિણામે ઓર્ડર તથા ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો હતો. પ્રવૃત્તિમાં વધારો થતાં ઉત્પાદન એકમો ખાતે નવા કર્મચારીઓની ભરતી પણ ગયા મહિને ૧૯ કરતા વધુ વર્ષની ટોચે રહી હતી. મેની સરખામણીએ જૂનમાં ખર્ચ પરના દબાણમાં ઘટાડો થયો હતો.

જૂનનો પીએમઆઈ લાંબા ગાળાની સરેરાશ કરતા પાંચ પોઈન્ટ વધુ રહ્યો હતો. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. 

ગયા મહિને કન્ઝયૂમર ગુડસ સેગમેન્ટની સ્થિતિ મજબૂત રહ્યાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. ઉત્પાદન ક્ષેત્રમાં એકંદર વેચાણમાં પણ જોરદાર વધારો જોવા મળ્યો હતો. 

મજબૂત માગ, નિકાસ ઓર્ડરમાં વધારો તથા સફળ એડવર્ટાઈઝિંગે વેચાણ વૃદ્ધિને ટેકો આપ્યો છે. નવા ઓર્ડરમાં વધારો થતાં કંપનીઓએ કર્મચારીઓની વધુ ભરતી કરવાની ફરજ  પડી હતી.

જૂન ત્રિમાસિક ગાળો પણ ઉત્પાદન ક્ષેત્ર માટે મજબૂત રહ્યો છે. મજબૂત માગને કારણે ઉત્પાદકોએ જૂનમાં ખર્ચનું દબાણ ગ્રાહકો પર પસાર કરવાનો વ્યૂહ અપનાવ્યો હતો જેને પરિણામે કંપનીઓના માર્જિનમાં વધારો જોવા મળ્યો છે. 

ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, યુરોપ તથા કેનેડા જેવા દેશો ખાતેથી નિકાસ માગમાં પણ વધારો થયાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 



Google NewsGoogle News