Get The App

મહિલાઓ બે વર્ષના સુરક્ષિત રોકાણ પર મેળવી શકે છે મબલક રિટર્ન, જાણો કેવી રીતે લાભ લેશો

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News

મહિલાઓ બે વર્ષના સુરક્ષિત રોકાણ પર મેળવી શકે છે મબલક રિટર્ન, જાણો કેવી રીતે લાભ લેશો 1 - image

Image: Freepik








Post Office Mahila Samman Saving Certificate Scheme: સુરક્ષિત રોકાણ સાથે નિશ્ચિત વળતર આપતી આ સરકારી યોજના મહિલોને આકર્ષક વ્યાજ ઓફર કરી રહી છે. જેમાં નજીવા રોકાણ પર વાર્ષિક 7.5 ટકા વ્યાજ મેળવી શકે છે. પોસ્ટ ઓફિસ મારફત આ યોજનામાં એકાઉન્ટ ખોલાવી શકો છો. આવો યોજના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ...

મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ

કેન્દ્ર સરકારની મહિલાઓની બચત પર કમાણી કરાવવાના હેતુ સાથે નાની બચત યોજના મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ (Mahila Samman Saving Certificate Scheme) શરૂ કરી છે. જેમાં 2 વર્ષ સુધી રોકાણ કરી વાર્ષિક 7.5 ટકા વ્યાજ મેળવી શકે છે. આ યોજના હેઠળ મહત્તમ રૂ. 2 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. 2023માં આ યોજના શરૂ થઈ હતી. જેમાં 10 વર્ષ કે તેથી ઓછી વયની દીકરીઓનું પણ ખાતુ ખોલાવી શકો છો.

કરમુક્તિનો પણ લાભ

આ યોજનામાં કરમુક્તિનો લાભ પણ મળે છે. જેના લીધે તે મહિલાઓમાં લોકપ્રિય બની છે. મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણ પર 7.5 ટકાનું વ્યાજ ઉપરાંત ટીડીએસ કપાતમાં પણ છૂટ મળે છે. સેન્ટ્રલ બોર્ડ ડાયરેક્ટ ટેક્સિસ ડિપાર્ટમેન્ટ અનુસાર, વરિષ્ઠ નાગરિકોએ આ યોજનામાં નાણાકીય વર્ષ દરમિયાન વ્યાજ મારફત રૂ. 40 હજારથી 50 હજારની કમાણી કરી હોય તો ટીડીએસ ચૂકવવો પડે છે.

આ રીતે યોજનાનો લાભ લો

આ નાની બચત યોજનાનો લાભ લેવા માટે નજીકની પોસ્ટ ઓફિર કે બેન્કોની મુલાકાત લઈ એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો. જેના માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, કેવાયસી અને એક ચેક પુરાવા તરીકે રજૂ કરવાનો રહેશે.

બે વર્ષના રોકાણ પર 16 ટકા જેટલુ રિટર્ન

મહત્તમ રોકાણ

2 લાખ

વાર્ષિક વ્યાજ

7.5 ટકા

મેચ્યોરિટી પિરિયડ

2 વર્ષ

મળવાપાત્ર રિટર્ન

31125

રિટર્ન ટકાવારી

15.56 ટકા


Google NewsGoogle News