Get The App

મોદી સરકારે પરંપરા તોડી IAS ન હોવા છતાં માધબીને SEBIના ચેરમેન બનાવ્યા હતા

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
SEBI madhabi buch

Image: IANS



Madhabi Puri Buch: અમેરિકાની શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટમાં સેબી ચીફ માધબી પુરી બુચ અને તેમના પતિ સામે ગંભીર આક્ષેપ કરાતાં તેઓ ચર્ચામાં છે. સેબીનાં પ્રથમ મહિલા ચેરપર્સન માધબી પુરી બુચ 1 માર્ચ 2022થી આ હોદ્દા પર છે. સેબીના ચેરપર્સન બનતાં પહેલાં એપ્રિલ 2017થી 2022ના માર્ચ સુધી માધબી બુચે સેબીમાં પૂર્ણકાલીન ડિરેક્ટર તરીકે સેવા આપી હતી.   

માધબી પુરીને સેબીનાં ચેરમેન બનાવાયાં ત્યારે પણ વિવાદ થયો હતો. સેબીના ચેરમેન તરીકે આઈએએસ અધિકારીની નિમણૂક કરવાની પરંપરા છે. મોદી સરકારે આ પરંપરા તોડીને નોન-આઈએએસ માધબીને ચેરમેન બનાવ્યાં હતાં. માધબી સેબીનાં ચેરમેન બનનારાં માત્ર બીજા નોન-આઈએએસ છે. આ પહેલાં અટલ બિહારી વાજપેયી સરકારે 2002માં એલઆઈસીના ભૂતપૂર્વ ચેરમેન જ્ઞાનેન્દ્રનાથ વાજપેયીને સેબીના ચેરમેન બનાવ્યા હતા.

માધબી IIM-Aમાંથી MBA થયેલા

મહારાષ્ટ્રમાં 1966માં જન્મેલાં માધબી પુરીના પિતા કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા હતા   જ્યારે માતા પોલિટિકલ સાયન્સનાં પ્રોફેસર હતાં.   માધબી પુરી બુચે શાળાકીય શિક્ષણ દિલ્હી અને મુંબઈમાં પૂરું કર્યું હતું. દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ગ્રેજ્યુએટ માધબી પુરીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIM-A)માંથી એમબીએ કર્યું હતું.

આ પણ વાંચોઃ SEBI ચીફના ખુલાસા સામે હિંડનબર્ગનું આવ્યું રિએક્શન, કહ્યું - 'સ્પષ્ટતા કરવામાં જ સ્વીકારી લીધું...'

માધબીની કારકિર્દી

એમબીએ કર્યા પછી માધબી પુરી બુચ થોડા સમય માટે એક એનજીઓ સાથે જોડાયેલા રહ્યા. 1981માં આઈસીઆઈસીઆઈ બેન્કમાં પ્રોજેક્ટ ફાઈનાન્સ એનાલિસ્ટ તરીકે જોડાયા હતા. ત્રણ વર્ષ કામ કર્યા પછી ઓઆરજી-માર્ગમાં માર્કેટ રીસર્ચ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. તે દરમિયાન વિદેશમાં ઓફર મળતાં ઇંગ્લેન્ડની વેસ્ટ ચેશાયર કોલેજમાં લેક્ચરર તરીકે કામ કર્યા બાદ ફરી પાછા ભારત આવ્યા હતા. 2006માં આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝમાં જોડાયાં પછી ફેબ્રુઆરી 2009થી મે 2011 સુધી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ હતા. માધબી 2011માં સિંગોપોરમાં ગ્રેટર પેસિફિક કેપિટલમાં જોડાયાં. 2011થી 2017 દરમિયાન ઝેનસર ટેક્નોલોજીસ, ઇનોવન કેપિટલ અને મેક્સ હેલ્થકેર જેવી અનેક કંપનીઓના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપનારાં માધબી પુરી બુચ ઇન્ડિયન સ્કૂલ ઓફ ડેવલપમેન્ટ મેનેજમેન્ટ (આઇએસડીએમ)ના ઈન્ડીપેન્ડન્ટ ડિરેક્ટર રહી ચૂક્યા છે. માધબી ન્યૂ ડેવલપમેન્ટ બેન્કના સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યાં છે.

મોદી સરકારે પરંપરા તોડી IAS ન હોવા છતાં માધબીને SEBIના ચેરમેન બનાવ્યા હતા 2 - image


Google NewsGoogle News