LTCGના વમળોએ બજારને ધમરોળ્યું : સેન્સેકસ 700 અંક તૂટ્યો, નિફટી 1.25% તૂટીને બંધ
15 માર્ચ, 2022 મંગળવાર
મુંબઈ : મંગળવારના શરૂઆતી સત્રમાં ભારતીય બજારમાં ફ્લેટ
કારોબાર જોવા મળી રહ્યો હતો. તેજીની ચાલ મક્કમ ન હતી અને અંતે બપોરે આવેલ એક એલટીસીજીના
અહેવાલે બજારને ધમરોળ્યું હતુ અને બજારમાં ખાનાખરાબી નોતરી હતી.
સેન્સેકસ અને નિફટી ઉપલા મથાળેથી ઈન્ટ્રાડેમાં 2%
તૂટ્યાં હતા. બીએસઈ સેન્સેકસ દિવસના અંતે સામાન્ય સુધારા સાથે 710 અંક ઘટીને 55,777ના
લેવલે અને નિફટી 50 ઈન્ડેકસ 208 અંકોના કડાકે 16,663ના લેવલે બંધ આવ્યા છે. નિફટીએ ઈન્ટ્રાડેમાં
16,927ની સર્વાધિક સપાટી બનાવીને 16,555નું તળિયું બનાવ્યું છે. સૌથી વધુ દબાણ સર્જનાર
નિફટી બેંક અંતે શાર્પ 0.80%ની રિકવરી સાથે 290 અંક નીચે 35,022ના
સ્તરે બંધ આવ્યો છે.
આજના ટોપ લુઝર્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અને ઈન્ફોસિસ
ટોચ પર છે. સેન્સેકસના 700 અંકોના ઘટાડામાં 350 અંકોનું યોગદાન માત્ર આ બંને દિગ્ગજોએ
આપ્યું છે. આજે ટાટા સ્ટીલ સૌથી વધુ 5% કોટક બેંક અને ટેક મહિન્દ્રા 3-3% તૂટ્યાં હતા.
બીએસઈ ખાતે આજે 1342 શેર વધીને તો 2045 શેર ઘટીને બંધ આવ્યા છે જ્યારે 101 શેરમાં કોઈ ફેરફાર નથી જોવા મળ્યો. આજે 17 શેરમાં અપર સર્કિટ તો 4 શેરમાં લોઅર સર્કિટ લાગી છે.
આ પણ વાંચો : કેપિટલ ગેઈન ટેક્સનો કકળાટ ફરી ઉઠ્યો, સરકારે આપ્યો રદિયો