વધતી મોંઘવારીમાં ભાવ-વધારાનો ભડકો, આજથી મોંઘો થયો કોમર્શિયલ સિલિન્ડર
Commercial LPG Price Hike: આજે ઓક્ટોમ્બર મહિનાની શરુઆતમાં જ વહેલી સવારે LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. જો કે, આ વખતે પણ LPG સિલિન્ડરની કિંમતમાં વધારો માત્ર 19 KG કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે કરવામાં આવ્યો છે, ઓઈલ કંપનીઓએ 14 KGના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી.
જાણો કેટલો ભાવ વધ્યો
જો કે, આ વખતે પણ 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં જ ફેરફાર કરાયો છે, જ્યારે 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ હજુ પણ યથાવત્ રખાયા છે. 1 ઓક્ટોબરથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 48.5 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1740 રૂપિયા થઈ ગઈ છે.
દિલ્હીથી લઈને ચેન્નઈ સુધી કિંમતો બદલાઈ
IOCLની વેબસાઈટ અનુસાર દિલ્હીથી મુંબઈ સુધીના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમતો 1 ઓક્ટોબર, 2024થી લાગુ કરવામાં આવી છે. લેટેસ્ટ ફેરફાર બાદ હવે રાજધાની દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1740 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત રૂ. 1692.50 તો કોલકાતામાં સિલિન્ડરની કિંમત રૂ. 1850.50 અને ચેન્નઈમાં રૂ.1903 થઈ ગઈ છે.
આ પણ વાંચો: વીમા કંપનીઓનો AI, ક્લાઉડ ટેકનોલોજી પર ભાર, IT ખર્ચમાં 10 ટકાનો વધારો
જુલાઈ મહિનાથી ભાવમાં સતત વધારો
જુલાઈ 2024થી 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. 1 જુલાઈ, 2024 ના રોજ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજીની કિંમતમાં ઘટાડો કરવાની ભેટ આપી હતી અને રાજધાની દિલ્હીમાં આ સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ બીજા જ મહિને એટલે કે ઓગસ્ટ 2024માં 19 કિલો ગેસ સિલિન્ડર 8.50 રૂપિયા મોંઘો થઈ ગયો હતો. તો 1 સપ્ટેમ્બરથી દિલ્હીમાં સીધો રૂ. 39નો વધારો થયો હતો.
ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત કોઈ ફેરફાર નહિ
આ સામે જ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ લાંબા સમયથી યથાવત રાખી છે. કેન્દ્ર સરકારે મહિલા દિવસ (8 માર્ચ) પર મોટી રાહત આપતાં 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડર પર ગ્રાહકોને મોટી રાહત આપી હતી. આ પછી ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી તેની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.