મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો! ફરી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂપિયા 100નો વધારો ઝિંકાયો
1 નવેમ્બર 2023 એટલે કે આજથી 19 કિલોગ્રામ વજન ધરાવતા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 100નો વધારો કરી દેવામાં આવ્યો
જોકે ઘરેલુ તથા 14.2 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો નથી
LPG Cylinder Price News | આજથી નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને દિવાળી (Diwali) થી પહેલા પહેલી તારીખે જ LPG સિલિન્ડર પર મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે. ખરખર પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારો ઝિંક્યો છે.
કેટલો વધારો કરાયો?
1 નવેમ્બર 2023 એટલે કે આજથી 19 કિલોગ્રામ વજન ધરાવતા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 100નો વધારો કરી દેવામાં આવ્યો છે. જોકે 14.2 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરાયો નથી.
હવે એક સિલિન્ડરનો ભાવ કેટલો?
IOCLની વેબસાઇટ અનુસાર આજથી 19 કિગ્રાવાળા કોમર્શિયલ LPG Cylinderનો ભાવ રાજધાની દિલ્હીમાં 1,833 રૂપિયા, મુંબઈમાં 1785.50 અને કોલકાતામાં 1839.50 રૂપિયા થઈ ગયો છે. ચેન્નઈમાં આ સિલિન્ડરની કિંમત હવે 1999.50 રૂપિયા થઈ ગઈ છે. જોકે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જે એક રાહતની વાત છે.