લોકસભા ચૂંટણી ટાણે ભાવ ઘટાડાનો દોર, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં જાણો કેટલી મળી રાહત
LPG Cylinder Price 1 April: એપ્રિલ મહિનાની સાથે જ આજથી નવા કારોબારી વર્ષનો પણ પ્રારંભ થયો છે. વર્ષના પ્રથમ દિવસે સરકારે સામાન્ય જનતાને રાહતના સમાચાર આપ્યા છે. ગયા મહિને મહિલા દિવસ 2024 ના અવસર પર સરકારે ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જ્યારે આજે ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 32 રૂપિયાનો ઘટાડો કર્યો છે. બીજી બાજુ ઘરેલુ સિલિન્ડરના ભાવ સ્થિર છે. તેમાં કોઈ વધ-ઘટ કરાઈ નથી.
જાણી લો તમારા શહેરોના ભાવ...
દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે આર્થિક રાજધાની મુંબઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 32 રૂપિયા સસ્તું થયું છે. કોમર્શિયલ સિલિન્ડરની નવી કિંમત આજથી લાગુ થઈ ગઈ છે. મતલબ કે જો તમે આજે સિલિન્ડર બુક કરાવો છો તો તમને 32 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે સિલિન્ડર મળશે.