LPG Cylinder Price: મોંઘવારીના માર વચ્ચે રાહતના સમાચાર, LPG સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
LPG Cylinder Price


LPG Cylinder Price Revised  :  મોંઘવારીના માર વચ્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યા છે. 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ આજથી 31 રૂપિયા સુધી ઘટી ગયા છે. દિલ્હીમાં હવે કોમર્શિયલ સિલિન્ડર 1676 ના બદલે 1646 રૂપિયામાં મળશે. કલકત્તામાં આ સિલિન્ડર હવે 1756 રૂપિયામાં મળી રહ્યો છે. પહેલાં તેના ભાવ 1787 રૂપિયા હતો. 

મુંબઇમાં સિલિન્ડરનો જૂનો ભાવ 1629 રૂપિયા હતો જે હવે 1598 રૂપિયા થઇ ગયો છે. ચેન્નઇમાં સિલિન્ડર 1809.50 રૂપિયામાં મળી રહ્યો છે. જોકે 14.2 KG વાળા ઘરેલૂ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં આ ₹803 અને મુંબઇમાં ₹802.50 નો મળી રહ્યો છે. 

ઘરેલૂ સિલિન્ડરના ભાવ સ્થિર

ઘરેલૂ  એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં છેલ્લે 9 માર્ચ 2024 ના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો અને ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં હવે ઘરેલૂ એલપીજી સિલિન્ડરનો ભાવ 803 રૂપિયા, કલકત્તામા6 829 રૂપિયા, મુંબઇમાં 802.50 રૂપિયા અને ચેન્નઇમાં 818.50 રૂપિયા છે. 1 જૂન 2023 ના રોજ દિલ્હીમાં ઘરેલૂ એલપીજી સિલિન્ડર કિંમત 1103 રૂપિયા હતી. કંપનીઓએ 30 ઓગસ્ટ 2023 ના રોજ તેમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી ત્યારથી ભાવ ઘટીને 903 રૂપિયા થઇ ગયો છે. ત્યારબાદ ફરી 9 માર્ચ 2024 ના રોજ કંપનીઓએ તેની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. 


Google NewsGoogle News