શું તમે લોન લેવાનું વિચારી રહ્યાં છો? તો આ વિકલ્પ પણ છે બેસ્ટ
Image:Freepik
નવી દિલ્હી,તા. 27 નવેમ્બર 2023, સોમવાર
જો તમે પણ લોન લેવાનું વિચારી રહ્યા છો અથવા તમને પૈસાની જરૂર છે, તો હવે તમારે બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. જ્યારે પણ કોઇ સમસ્યા આવી ચડે ત્યારે લોકો પહેલાં લોન લેવાનું વિચારે છે. પરંતૂ લોકો બેંકમાંથી લોન લઇ શકાય તેમ સમજે છે.
હવે તમારા ખિસ્સા પર ઓછો બોજ પડે તેવી લોન ફણ લઇ શકો છો. પર્સનલ લોન પર વ્યાજ દરો ખૂબ ઊંચા છે, જેના કારણે ગ્રાહકોને ભારે વ્યાજ ચૂકવવું પડે છે.
આ ત્રણ લોન લઇ શકાય
ગોલ્ડ લોન
જો તમારી FD પણ નથી અને PPF ખાતુ પણ નથી તો તમારા માટે બેસ્ટ ઓપ્શન ગોલ્ડ લોન છે. તમે પર્સનલ લોનને બદલે ગોલ્ડ લોન લઈ શકો છો. સ્ટેટ બેંકની વેબસાઈટ અનુસાર, તમારે 3 લાખ રૂપિયા સુધીની લોન પર કોઈપણ પ્રકારની પ્રોસેસિંગ ફી ચૂકવવાની રહેશે નહીં. ગોલ્ડ લોન એ સુરક્ષિત માનવામાં આવે છે. હાલમાં સ્ટેટ બેંકમાં ગોલ્ડ લોન 8.70 ટકાથી શરૂ થશે. જેમાં તમે તમારા ગોલ્ડ સામે લોન લઇ શકો છો.
FD લોન
ગોલ્ડ લોન, એફડી લોન અને પબ્લિક પ્રોવિડન્ટ સામે પણ લોન લઈ શકો છો. આમાં વ્યાજ દર અન્ય લોનની સરખામણીમાં ઓછો છે.
શું તમે જાણો છો તમારા દ્વારા કરવામાં આવેલી FD પર પણ તમે લોન લઇ શકો છો. જો તમે કોઈપણ બેંકમાં એફડી કરી છે, તો તમે તેના પર પર્સનલ લોનને બદલે લોન લઈ શકો છો. તમે તમારી બેંક એફડીના કુલ મૂલ્યના લગભગ 90 થી 95 ટકા લોનના રૂપમાં મેળવી શકો છો. જેમાં તમારે કોઇ પણ પ્રોસેસિંગ ફિ આપવાની રહેતી નથી. આના પર વ્યાજ દર FD પરના વ્યાજ કરતા 1 થી 2 ટકા વધુ છે.તેથી તે પર્સનલ લોનથી વધુ સસ્તુ છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ સામે લોન
જો તમે Public Provident Fund માં તમારા પૈસા રોક્યા છે તો તમે તમારા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સામે લોન લઈ શકો છો. જો તમે PPFમાં પૈસા રોક્યા છે તો તમે તેનો લાભ લઈ શકો છો. આ માટે તમારું PPF ખાતું લગભગ 1 વર્ષ જૂનું હોવું જોઈએ. તમારા ખાતામાં જમા રાશિના આધારે તમને લોન મળી શકે છે. હાલમાં PPF પર વ્યાજ દર 7.1 ટકા છે. તે જ સમયે, લોન પર 8.1 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે.