Get The App

સામાન્ય નાગરિકોને ઝટકો, 3 સરકારી બેંકોએ વ્યાજદર વધારતાં સસ્તી લોનની આશા પણ રોળાઈ, EMI વધશે

Updated: Aug 10th, 2024


Google News
Google News
સામાન્ય નાગરિકોને ઝટકો, 3 સરકારી બેંકોએ વ્યાજદર વધારતાં સસ્તી લોનની આશા પણ રોળાઈ, EMI વધશે 1 - image


Interest Rate Hike: દેશમાં ફરી મોંઘવારીએ માઝા મુકતા સસ્તી લોન માટે ગ્રાહકોએ વધુ લાંબી રાહ જોવી પડી રહી છે. રિઝર્વ બેંકે સતત નવમી વખત મોનિટરી પોલિસી કમિટી (MPC)માં બેંચમાર્ક વ્યાજદર, રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરતા સસ્તી લોન અને EMIમાં ઘટાડાની આશા પર પાણી ફરી વળ્યું હતુ. જોકે બીજી તરફ દેશની ત્રણ સરકારી બેંકોએ લોનધારકોને બમણો ફટકો આપ્યો છે. 

UCO બેંક, બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકે એમસીએલઆર વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરતા ગ્રાહકોને મોટો ઝટકો મળ્યો  છે. ત્રણેય બેંકોએ અલગ-અલગ સમયગાળા માટે વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લેતા મોટાભાગના ગ્રાહકો માટે હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન સહિતની લોન મોંઘી થઈ ગઈ છે.

કેનેરા બેંકના ગ્રાહકોને ફટકો :

જાહેર ક્ષેત્રની દિગ્ગજ કેનેરા બેંકે MCLRમાં ફેરફાર કરતા તમામ ટેન્યોરના વ્યાજદરોમાં 5 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી છે. આ વધારા બાદ ઓવરનાઈટ MCLR 8.20 ટકાથી વધીને 8.25 ટકા થઈ ગયો છે. આ સિવાય એક મહિનાના સમયગાળા માટે MCLR 8.30 ટકાથી વધીને 8.35 ટકા થયો છે.

ત્રણ મહિનાના સમયગાળા માટે MCLR 8.40 ટકાથી વધીને 8.45 ટકા, છ મહિના માટે MCLR દર 8.75 ટકાથી વધીને 8.80 ટકા અને એક વર્ષના સમયગાળા માટે 8.95 ટકાથી વધીને 9.00 ટકા થયો છે. બે વર્ષ માટે MCLR 9.25 ટકાથી વધીને 9.30 ટકા અને ત્રણ વર્ષ માટે MCLR 9.35 ટકાથી વધીને 9.40 ટકા થયો છે. આ દરોમાં ફેરફાર બાદ ગ્રાહકોની હોમ લોન EMI, કાર લોન EMI વગેરેમાં વધારો થશે. મહત્વની વાત એ છે કે, બેંકના નવા રેટ 12મી ઓગસ્ટ 2024 એટલે કે સોમવારથી અમલમાં આવશે.

સામાન્ય નાગરિકોને ઝટકો, 3 સરકારી બેંકોએ વ્યાજદર વધારતાં સસ્તી લોનની આશા પણ રોળાઈ, EMI વધશે 2 - image

Image:Freepik

યુકો બેંકની લોન પણ મોંઘી થઈ :

જાહેર ક્ષેત્રની યુકો બેંકે પણ વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી છે. બેંકે MCLR સાથે અન્ય બેંચમાર્ક દરોમાં પણ વધારો કર્યો છે. બેંકનો ઓવરનાઈટ MCLR 8.20 ટકા, એક મહિનાનો MCLR 8.35 ટકા, ત્રણ મહિનાનો MCLR 8.50 ટકા, છ મહિનાનો MCLR 8.80 ટકા અને એક વર્ષનો MCLR 8.95 ટકા પર પહોંચી ગયો છે. આ સિવાય TBLR 3,6 અને 12 મહિનાના અનુક્રમે 6.70 ટકા, 6.85 ટકા અને 6.90 ટકા થયો છે. આ સિવાય રેપો લિંક્ડ યુકો ફ્લેટ રેટ 9.30 ટકા અને બેઝ રેટ 9.60 ટકા છે. નવા દરો 10 ઓગસ્ટ, 2024 એટલે કે શનિવારથી અમલમાં આવ્યા છે.

BoBની લોન પણ મોંઘી થઈ :

યુકો અને કેનેરા ઉપરાંત બેંક ઓફ બરોડાએ પણ વ્યાજદરોમાં ફેરફાર કર્યો છે. બેંકનો ઓવરનાઈટ MCLR 8.15 ટકા પર અને એક મહિનાનો MCLR 8.35 ટકા પર યથાવત છે જ્યારે 5 બેસિસ પોઈન્ટના વધારા સાથે ત્રણ મહિનાનો MCLR 8.50 ટકા, છ મહિનાનો MCLR 8.75 ટકા અને એક વર્ષનો MCLR 8.95 ટકા થયા છે. બેંકના નવા દરો 12મી ઓગસ્ટ 2024 એટલે કે સોમવારથી અમલમાં આવશે.

આ પણ વાંચો – 'ભારતમાં જલ્દી જ કંઇક મોટું થવાનું છે..', હિંડનબર્ગ રિસર્ચના એલાનથી ફરી ટેન્શન વધ્યું

Tags :
Interest-Rate-HikeEMIhome-LoanMCLRBoBUCO-BankCanara-Bank

Google News
Google News