ટૂંકા અને મધ્યમ ગાળાની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા મ્યુચ્યુઅલ ફંડની અવેજમાં લોન શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે!
Loan Against Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતામાં વૃદ્ધિની સાથે તેની અવેજામાં લોન લેવાનું પ્રમાણ પણ વધ્યું છે. આકર્ષક વ્યાજદરો, અનુકૂળ ચૂકવણી તેમજ ઝડપી મંજૂરીના પગલે લોનધારકો પોતાના મ્યુચ્યુઅલ ફંડ રોકાણ પર લોન લેવા પ્રાધાન્ય આપી રહ્યા છે.
મ્યુચ્યુઅલ ફંડનો કોલેટરલ તરીકે ઉપયોગ
લોન લેવા લોકો મ્યુચ્યુઅલ ફંડનો કોલેટરલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. નાણાંની તાતી અને મધ્યમગાળાની જરૂરિયાતો પૂરી કરવા મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો તેમના રોકાણ પોર્ટફોલિયોની અવેજમાં લોન મેળવી રહ્યા છે. જે પર્સનલ લોનની તુલનાએ ઝડપી અને સરળ પ્રક્રિયા છે.
મ્યુચ્યુઅલ ફંડ્સની અવેજમાં લેવામાં આવેલી લોનના કારણે લાંબાગાળા સુધી રોકાણ જાળવી રાખવા ભલામણ કરે છે. જેનાથી રોકાણ પર આકર્ષક રિટર્ન પ્રાપ્ત કરવા સક્ષમ બને છે. ભાવિ લક્ષ્યાંકો પૂર્ણ કરવા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ વધારી રહ્યા છે. જેથી લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ અંતર્ગત વહેલાં રિડમ્પશન કરી શકાતું નથી. જો કે, કોઈપણ નાણાકીય નિર્ણય લેતાં પહેલાં ફાઈનાન્સિયલ એડવાઈઝર્સની સલાહ અવશ્ય લો.
મ્યુચ્યુઅલ ફંડ પર લોનના લાભ
- 9થી 11 ટકાની રેન્જમાં વ્યાજદર
- ક્લોઝર ફી અને પેનલ્ટીમાંથી માફી
- ફ્લેક્સિબલ રિપેમેન્ટની સુવિધા
- અન્ય લોન કરતાં ઝડપી અને સરળ પ્રક્રિયા
- પર્સનલ લોન કરતાં નીચા વ્યાજદર