ઘરઆંગણે રૂપિયો તૂટતાં સોના-ચાંદીમાં મર્યાદિત ઘટાડો

- સોનામાં વિશ્વ બજારમાં પીછેહઠ :

- વૈશ્વિક સોના-ચાંદી ઉપરાંત પ્લેટીનમ, પેલેડીયમ, કોપર તથા ક્રૂડતેલના ભાવમાં પણ જોવા મળેલી પીછેહટ

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
ઘરઆંગણે રૂપિયો તૂટતાં સોના-ચાંદીમાં  મર્યાદિત ઘટાડો 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો ધીમી ગતિએ આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વ બજારના સમાચાર પીછેહટ બતાવતા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૨૫૦૨થી ૨૫૦૩ વાળા નીચામાં ૨૪૮૪ થઈ ૨૪૯૪ થી ૨૪૯૫ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચકાતાં સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના સમાચાર હતા. 

જો કે ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર વધતાં ઝવેરી બજારમાં આજે ભાવ ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૭૩૭૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૩૯૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૮૩૫૦૦નાં મથાળે શાંત હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૨૮.૬૨થી ૨૮.૬૩ વાળા નીચામાં ૨૮.૧૫ થઈ ૨૮.૩૨થી ૨૮.૩૩ ડોલર રહ્યા હતા.

દરમિયાન, વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૯૨૬થી ૯૨૭ વાળા નીચામાં ૯૧૨ થઈ ૯૧૪થી ૯૧૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૭૨થી ૯૭૩ વાળા નીચામાં ૯૫૯ થઈ ૯૬૩થી ૯૬૪ ડોલર રહ્યા હતા. 

વૈશ્વિક કોપરના ભાવ આડે ૨.૮૪ ટકા તૂટયા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ પણ પીછેહટ દેખાઈ હતી. ચીનની નવી માગ ધીમી હતી. જો કે લીબીયામાં ઉત્પાદન ઘટયાના સમાચાર વચ્ચે ક્રૂડના વૈશ્વિક ઘટાડો મર્યાદિત રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૬.૮૩ વાળા નીચામાં ૭૫.૪૪ થઈ ૭૬.૦૯ ડોલર રહ્યા હતા.

જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૩.૪૭ વાળા નીચામાં ૭૨.૦૬ થઈ ૭૨.૭૭ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૧૨૨૫ વાળા રૂ.૭૧૧૨૩ થઈ રૂ.૭૧૨૦૮ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૧૫૧૧ વાળા નીચામાં રૂ.૭૧૪૦૯ થઈ રૂ.૭૧૪૯૪ રહ્યા હતા.

 મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૨૭૮૦ વાળા રૂ.૮૨૨૭૮ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. ચીનમાં મેન્યુફેકચરિંગના આંકડા નબળા આવ્યા હતા. ઓપેકના દેશો ઓકટોબરથી ક્રૂડતેલનું ઉત્પાદન વધારવા વિચારણા કરી રહ્યાના વાવડ હતા.

bullion

Google NewsGoogle News