પેન્શનધારકો ખાસ જાણી લેજો: આ રીતે ઘરે બેઠા બનાવી શકાય છે લાઈફ સર્ટિ., EPFOએ આપી જાણકારી

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
પેન્શનધારકો ખાસ જાણી લેજો: આ રીતે ઘરે બેઠા બનાવી શકાય છે લાઈફ સર્ટિ., EPFOએ આપી જાણકારી 1 - image


Life Certificate: લાઇફ સર્ટીફિકેટ  ભારત સરકાર દ્વારા પેન્શનધારકોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલ એક કાર્યક્રમ છે. તેની શરૂઆત 10 નવેમ્બર 2014ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી Life Certificateની મદદથી નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન સરળતાથી મળતું રહે છે. તમારે દર વર્ષે આ પ્રમાણપત્ર સબમિટ કરવાનું હોય છે. હવે, આ પ્રક્રિયાને સરળ બનાવતા, સરકારે ડિજિટલ Life Certificate લેવાનું શરૂ કર્યું છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) અનુસાર, હવે તમે તમારા મોબાઈલની મદદથી ઘરે બેઠા લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકો છો.

EPFOએ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવ્યું

  • EPFO એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા સમજાવી છે. 
  • EPFO મુજબ, તમારી પાસે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા અને ઈન્ટરનેટવાળો મોબાઈલ હોવો જોઈએ. 
  • તમારો આધાર નંબર નોંધાયેલ હોવો જોઈએ. 
  • આ પછી તમારે ગુગલ પ્લે સ્ટોર પરથી જીવન પ્રમાન ફેસ એપ અને આધાર ફેસ આરડી (Aadhaar Face RD) ડાઉનલોડ કરવી પડશે. 
  • આ પછી તમારે તમારો ચહેરો સ્કેન કરીને તમામ વિગતો ભરવાની રહેશે. 
  • તમારે ફ્રન્ટ કેમેરા સાથે ફોટો ખેંચીને તમામ વિગતો સબમિટ કરવાની રહેશે. આ રીતે, તમારું Life Certificate કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસની મુલાકાત લીધા વિના સબમિટ કરવામાં આવશે.

સરકારી આંકડાઓ અનુસાર, હાલમાં દેશમાં લગભગ 78 લાખ પેન્શનરો છે. તેમાંથી 6.6 લાખથી વધુ પેન્શનરોએ નાણાકીય વર્ષ 2023-24માં ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કર્યું છે. EPFO મુજબ, નાણાકીય વર્ષ 2022-23માં 2.1 લાખ લોકોએ આ રીતે જીવન પ્રમાણપત્ર જમા કરાવ્યું હતું. 

આ આંકડો વાર્ષિક 200 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. આ ટેક્નોલોજીના આગમન પહેલા આ તમામને બેંકોમાં જવું પડતું હતું. જો કે, તમારી પાસે હજુ પણ કોમન સર્વિસ સેન્ટર અને સરકારી ઓફિસમાં જઈને આ પ્રમાણપત્ર સબમિટ કરવાનો વિકલ્પ છે.


Google NewsGoogle News