LICને રૂ.102 કરોડની જીએસટીની ડિમાન્ડ નોટીસ
નવી દિલ્હી : લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)ને છેલ્લા પાંચ વર્ષ માટે ગુડઝ એન્ડ સર્વિસિઝ ટેક્ષ (જીએસટી)ની ચૂકવણી ઓછી કરવા બદલ રૂ.૧૦૧.૯૫ કરોડ માટેની કરવેરા ખાતા તરફથી ડિમાન્ડ નોટીસ મળી છે.રેગ્યુલેટરી ફાઈલિંગમાં એલઆઈસીએ જણાવ્યું છે કે, કંપનીને વિવિધ રાજયો માટે વ્યાજ અને પેનલ્ટી સહિતની ડિમાન્ડ નોટીસ મળી છે. આ આદેશ કમિશનર (અપીલ્સ) થાણે સમક્ષ અપીલને પાત્ર હોવાનું કંપનીએ જણાવ્યું છે. આ ડિમાન્ડ નોટીસો વર્ષ ૨૦૧૭-૧૮ અને વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાનના પાંચ વર્ષના સમયગાળા સંબંધિત છે.જેની નાણાકીય અસર જીએસટી, વ્યાજ અને પેનલ્ટીની માંગ જેટલી રહેશે. જ્યારે કંપનીના કામકાજ અને અન્ય પ્રવૃતિઓ પર કોઈ અસર થશે નહીં.