Get The App

Savings for Future: LICની આ યોજનામાં રોજિંદા રૂ. 121નું રોકાણ કરો અને 25 વર્ષના અંતે મેળવો રૂ. 27 લાખ

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
Savings for Future: LICની આ યોજનામાં રોજિંદા રૂ. 121નું રોકાણ કરો અને 25 વર્ષના અંતે મેળવો રૂ. 27 લાખ 1 - image


LIC Kanyadan Scheme: ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)એ સામાન્ય વર્ગને સંપત્તિ સર્જનની તક આપતો પ્લાન રજૂ કર્યો છે. જેમાં રોકાણકાર નજીવી બચત સાથે લાંબાગાળે લાખોની વેલ્થ ક્રિએટ કરી શકે છે. આ પોલિસીનું નામ છે કન્યાદાન પોલિસી, જેમાં રોજિંદા રૂ. 121ના રોકાણ કરવા પર મેચ્યોરિટી સમયે રૂ. 27 લાખ સુધીની મૂડી ઉભી કરી શકો છો.

બાળકનું ભવિષ્ય સુરક્ષિત બનાવો

LICની કન્યાદાન પોલિસી એક સિક્યોર સ્કીમ છે, જેની શરૂઆત બાળકીઓ માટે કરવામાં આવી છે. જેની મદદથી રોકાણકાર પોતાની બાળકીના અભ્યાસ અને લગ્ન ખર્ચાઓને પૂરા કરી શકે છે. જેમાં રોજિંદા રૂ. 121નું રોકાણ કરવાનું રહેશે, અર્થાત દર મહિને રૂ. 3600નું રોકાણ કરવુ પડશે, જે 25 વર્ષની મેચ્યોરિટી પર રૂ. 27 લાખ સુધીની વેલ્થ ક્રિએટ કરશે. અર્થાત 25 વર્ષ સુધી કુલ રૂ. 1080000ના રોકાણ પર રૂ.1620000ના નફા સાથે કુલ 27 લાખ પરત મળશે.

માસિક ન્યૂનતમ રૂ. 75નું રોકાણ

એલઆઈસીની આ પોલિસીમાં જુદા-જુદા મેચ્યોરિટી પિરિયડનો વિકલ્પ ઉપલબ્ધ છે. જેમાં ઓછામાં ઓછા 13 વર્ષ સુધી રોકાણ કરવુ પડશે. તેમજ રોજિંદા રૂ. 75ના ન્યૂનત્તમ રોકાણ સાથે આ પ્લાનનો લાભ લઈ શકો છો. મહિને લઘુત્તમ રૂ. 2250ના રોકાણ પર 25 વર્ષના અંતે રૂ. 14 લાખની મૂડી ઉભી કરી શકો છો. આ પોલિસીમાં અધવચ્ચે રોકાણની રકમમાં ફેરફાર કરી શકો છો.

વિશેષ લાભ

એલઆઈસીના આ પ્લાનમાં બાળકીની વય ઓછામાં ઓછી 1 વર્ષની હોવી જોઈએ. એલઆઈસી કન્યાદાન પોલિસીમાં રોકાણકારોને કર લાભ પણ મળે છે. આવકવેરા અધિનિયમ એક્ટ 1961ની કલમ 80સી અંતર્ગત રૂ. 1.5 લાખ સુધીની છૂટનો લાભ લઈ શકો છો. આ પોલિસીનો ઉપયોગ બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે કરી શકો છો.

પોલિસી હોલ્ડરના મૃત્યુ પર નોમિનીને રૂ. 10 લાખ મળશે

પોલિસી હોલ્ડર પોલિસી દરમિયાન મૃત્યુ પામે છે, તો તેના નોમિનીને રૂ. 10 લાખ સુધીનું ફંડ મળવાની જોગવાઈ છે. અને મેચ્યોરિટી પિરિયડ પૂર્ણ થયા બાદ પોલિસી હોલ્ડરનું મૃત્યુ થાય છે તો નોમિનીને રૂ. 27 લાખ મળે છે.

આ રીતે પોલિસીનો લાભ લો

આ પોલિસીનો લાભ લેવા માટે આધાર કાર્ડ, આવકનો દાખલો, એડ્રેસ પ્રુફ, પાસપોર્ટ સાઈઝ ફોટો અને બાળકીનો જન્મ દાખલાની જરૂર પડશે. આ દસ્તાવેજોની મદદથી પોલિસી શરૂ કરાવી શકો છો.


Google NewsGoogle News