LICની આ યોજનામાં રોકાણ કરો, પેન્શન પેટે દર મહિને રૂ. 26 હજારની આવક મેળવો
LIC Jivan Shanti Scheme: સુરક્ષિત ભવિષ્ય નિર્ધારિત કરવા માટે આજથી જ બચતની ટેવ કેળવવી જોઈએ. જેથી રિટાયરમેન્ટના સમયે તથા ઘડપણમાં કોઈ આર્થિક બોજાનો સામનો કરવો પડે નહિં. એલઆઈસી આકર્ષક અને અનુકૂળ રિટર્ન આપવા વિવિધ યોજનાઓ લઈ આવે છે. જેમાં રોકાણ કરી દર મહિને રૂ. 26 હજાર સુધીની આવક મેળવી શકો છો.
એલઆઈસી જીવન શાંતિ સ્કીમ
આ સ્કીમમાં શ્રેષ્ઠ રિટર્નની સાથે સુરક્ષાની ગેરેંટી મળે છે. સાથે જીવન વીમાનો લાભ પણ મળશે. જેનાથી તમારૂ ભવિષ્ય સુરક્ષિત થવાની સાથે સંપત્તિ સર્જનની તક પણ મળે છે. આ સ્કીમમાં ઓછામાં ઓછુ રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો.
સ્કીમ વિશે
આ એક સિંગલ પ્રીમિયમ સ્કીમ છે. જેમાં એક વાર ખરીદી કર્યા બાદ આ યોજનાનો લાભ લઈ શકો છો. જેના પર એલઆઈસી તમને આજીવન નિશ્ચિત મુદ્દતે ચોક્કસ રકમ ચૂકવે છે. આ રકમ તમને માસિક, ત્રિમાસિક, છ માસિક અને વાર્ષિક ધોરણે મળી શકે છે. આ ચોક્કસ રકમને એન્યુટી કહે છે.
સ્કીમમાં બે વિકલ્પ મળશે
સ્કીમમાં બે વિકલ્પ મળશે, જેમાં ઈમિડિએટ અને ડિફર્ડ એન્યુટી. ઈમિડિયેટ એન્યુટીમાં રોકાણકારને તુરંત પેમેન્ટ મળે છે. જો તમે એક સિંગલ પેમેન્ટમાં આ સ્કીમ ખરીદો છો, તો પસંદ કરેલી મુદ્દત પર તમને નિશ્ચિત રકમ મળવાનું શરૂ થશે. તો તમે માસિક ચૂકવણીની પસંદગી કરો છો, તો એન્યુટી માટે રોકાણ કરવાના પ્રથમ મહિનાથી જ નિશ્ચિત આવક મળવાની શરૂ થશે.
ડિફર્ડ એન્યુટીમાં એક સિંગલ પ્રીમિયમની ચૂકવણી કરો છો. તો અમુક નિશ્ચિત વર્ષ બાદ આવક શરૂ થશે. આ વિકલ્પ લાંબાગાળે ચોક્કસ આવક મેળવવા ઈચ્છુકો માટે છે. આ વિકલ્પની પસંદગી કરી યુવા અવસ્થામાં રોકાણ કર્યા બાદ ઘડપણ સુરક્ષિત કરી શકો છો.
આ સ્કીમનો લાભ કોને મળશે
એલઆઈસીની આ સ્કીમમાં પેન્શન 5, 10, 15 કે 20 વર્ષ બાદ શરૂ કરી શકો છો. તેમાં તુરંત પેન્શન સુવિધાનો લાભ પણ લઈ શકો છો. જેમાં રોકાણ માટે ઓછામાં ઓછી 30 વર્ષની વયમર્યાદા જરૂરી છે. જીવન શાંતિ સ્કીમમાં રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ કરવુ આવશ્યક છે. જેમાં મહત્તમ કોઈ મર્યાદા નથી.
કેવી રીતે પેન્શન મળશે?
જો આ સ્કીમમાં તમે રૂ. 15 લાખનું રોકાણ 20 વર્ષની સમય મર્યાદામાં કરો છો. તો તમને પેન્શન પેટે દરમહિને રૂ. 26 હજાર સુધીની રકમ મળશે. જો તમે એન્યુટી લેવા માગો છો, તો આ રકમ આશરે 3.12 લાખ થશે. આ સ્કીમમાં મૃત્યુના કિસ્સામાં લાભ પણ મળે છે, તેમાં નોમિનીને પેન્શનની સાથે અન્ય લાભો પણ મળે છે.