Get The App

લાંબા ગાળે સંપત્તિ સર્જન માટે આકર્ષક સ્કીમ, દર મહિને નજીવા રોકાણ પર 25 લાખનો નફો

Updated: May 11th, 2024


Google NewsGoogle News
લાંબા ગાળે સંપત્તિ સર્જન માટે આકર્ષક સ્કીમ, દર મહિને નજીવા રોકાણ પર 25 લાખનો નફો 1 - image

Image: Envato



LIC Jeevan Anand Scheme: કમાણીની શરૂઆતથી જ રોકાણ કરવામાં આવે તો લાંબાગાળે સારી એવી વેલ્થ ક્રિએટ કરી શકાય. લાંબા ગાળાના લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા આ રોકાણ પર લાખોપતિ બની શકો છો. આ લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે એલઆઈસીની એક સ્કીમ છે. જે દરમહિને રૂ. 1358ના રોકાણ પર મેચ્યોરિટી દરમિયાન રૂ. 25 લાખની વેલ્થ ક્રિએટ કરી આપે છે. સ્કીમનું નામ છે એલઆઈસી જીવન આનંદ પોલિસી....

એલઆઈસી જીવન આનંદ પોલિસીમાં રોજિંદા રૂ. 45નું નજીવુ રોકાણ તમને રૂ. 25 લાખથી વધુની  મૂડીનું સર્જન કરવાની તક આપે છે. જો તમે ઓછા પ્રીમિયમમાં તગડુ રિટર્ન મેળવવા માગતા હોવ તો આ જીવન આનંદ પોલિસી શ્રેષ્ઠ છે. જે ટર્મ પોલિસી તરીકે પણ ઓળખાય છે.

આ સ્કીમમાં પોલિસી પૂર્ણ થવા સુધી પ્રીમિયમ ચૂકવવુ પડે છે. તેમજ તેમાં અનેક મેચ્યોરિટી બેનિફિટ પણ મળે છે. રૂ. 1 લાખનું સમ એશ્યોર્ડ છે. જ્યારે લઘુત્તમ કોઈ મર્યાદા નથી.

રૂ. 45 જમા કરાવી રૂ. 25 લાખની વેલ્થ ક્રિએટ 

એલઆઈસી જીવન આનંદ પોલિસી અંતર્ગત તમારે દરરોજે રૂ. 45ની બચત કરી મહિને રૂ. 1358નું પ્રીમિયમ જમા કરાવવાનું રહે છે. જેનો મેચ્યોરિટી પિરિયડ 15થી 35 વર્ષ છે. જો તમે 35 વર્ષ સુધી દરમહિને રૂ. 1358નું રોકાણ કરો છો, તો તમારા 35 વર્ષના 5.70 લાખ આસપાસના રોકાણ પર રૂ. 25 લાખની વેલ્થ ક્રિએટ કરી શકો છો.

25 લાખની વેલ્થ ક્રિએશન પાછળનું ગણિત

જો તમે દરમહિને રૂ. 1358નું રોકાણ કરો છો. દરવર્ષે રૂ. 16300નું રોકાણ કરવુ પડશે. જે 35 વર્ષ બાદ કુલ રૂ. 570500 થશે. જેમાં સમ એશ્યોર્ડ રૂ. 5 લાખ ઉપરાંત મેચ્યોરિટી પિરિયડ બાદ રિવિઝનરી બોનસ પેટે રૂ. 8.60 લાખ, અને ફાઈનલ બોનસ પેટે રૂ. 11.50 લાખ મળશે. એલઆઈસી જીવન આનંદ પોલિસીમાં બે વખત બોનસ આપે છે. જો કે, પોલિસી 15 વર્ષ જૂની હોવી જરૂરી છે.

ટેક્સ છૂટ નહિં, પણ આ રાઈડરનો લાભ

જીવન આનંદ પોલિસી ધારકને આ યોજના હેઠલ કોઈ ટેક્સ છૂટનો લાભ મળશે નહીં. પરંતુ તમને ચાર પ્રકારના રાઈડર્સ મળે છે. જેમાં એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી રાઈડર, એક્સિડન્ટ બેનિફિટ રાઈડર, ન્યૂ ટર્મ ઈન્સ્યોરન્સ રાઈડર તથા ન્યૂ ક્રિટિકલ બેનિફિટ રાઈડર સમાવિષ્ટ છે. ડેથ બેનેફિટમાં નોમીનીને પોલિસીના 125 ટકા ડેથ બેનિફિટ મળશે.


Google NewsGoogle News