SBIને પછાડી LIC બની સૌથી મોટી લિસ્ટેડ સરકારી કંપની, માર્કેટ કેપ 5.70 લાખ કરોડને પાર

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
SBIને પછાડી LIC બની સૌથી મોટી લિસ્ટેડ સરકારી કંપની, માર્કેટ કેપ 5.70 લાખ કરોડને પાર 1 - image


LIC Market cap news | સરકારી વીમા કંપની LICના શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી શાનદાર તેજી જોવા મળી રહી છે. આજે જ્યારે બજારમાં ચોતરફી વેચવાલી જોવા મળી રહી હતી ત્યાં એલઆઈસીના શેર ગ્રીન ઝોનમાં હતા. આ તેજીના જોરે એલઆઈસી હવે શેરબજારમાં લિસ્ટેડ સૌથી મોટી સરકારી કંપની બની ગઇ છે. ભારતીય જીવન વીમા નિગમે સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈને પણ પછાડી નંબર 1 પર કબજો જમાવી લીધો છે. 

52 વીકના સર્વોચ્ચ સ્તરે 

બુધવારે વેપારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં કડાકાની સ્થિતિ જોવા મળી હતી. જ્યારે એલઆઈસીનો શેર 1.25 ટકાની તેજી સાથે 903 રૂપિયા પર પહોંચી ગયો હતો. વેપારની શરૂઆતમાં જ આ શેર 918.45 રૂપિયાના નવા સર્વોચ્ચ સ્તરે ઓપન થયો હતો. આ એલઆઈસીના શેરનો નવો 52 વીક હાઈ લેવલ છે. 

LICની માર્કેટ વેલ્યૂ કેટલી થઇ? 

એલઆઈસીના શેરોમાં છેલ્લા પાંચ દિવસમાં સાડા સાત ટકાની તેજી આવી છે. જ્યારે એક મહિનામાં સરકારી શેર 13 ટકાની ઉપર ઉછળ્યાં હતા. 6 મહિનાના હિસાબે શેર 45 ટકાથી વધુ ફાયદામાં છે. શેરોમાં આવેલી શાનદાર રેલીના જોરે એલઆઈસીની માર્કેટ કેપમાં પણ જોરદાર તેજી આવી છે. હાલ એલઆઈસીનું માર્કેટ કેપ 5.70 લાખ કરોડ રૂપિયાથી વધી ગયું છે. 

એસબીઆઈનું માર્કેટ કેપ કેટલું? 

બીજી બાજુ સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈના શેરોમાં આજે ઘટાડો નોંધાયો હતો. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના શેર બપોરે આશરે 2 ટકાના કડાક સાથે 625 રૂપિયાની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યા હતા. આ એસબીઆઈના 52 વીક હાઈ લેવલ 660.40 રૂપિયાથી નીચે છે. તેના લીધે એસબીઆઈનું માર્કેટ કેપ ઘટીને 5.58 લાખ રૂપિયાએ પહોંચી ગયું. જેનાથી એસબીઆઈને પાછળ કરી એલઆઈસી હવે સૌથી વધુ વેલયૂ ધરાવતી સરકારી કંપની બની ગઇ છે. 

SBIને પછાડી LIC બની સૌથી મોટી લિસ્ટેડ સરકારી કંપની, માર્કેટ કેપ 5.70 લાખ કરોડને પાર 2 - image


Google NewsGoogle News