Get The App

મુંબઇ હુમલાનાં માસ્ટર માઇન્ડ ઝકી-ઉર-રહેમાન લખવીની ટેરર ફંડિગનાં કેસમાં ધરપકડ

લખવી ડિસ્પેન્સરીનાં નામે મળતા ફંડનો ઉપયોગ આતંકવાદી પ્રવૃતીઓ માટે કરતો હતો

Updated: Jan 2nd, 2021


Google NewsGoogle News
મુંબઇ હુમલાનાં માસ્ટર માઇન્ડ ઝકી-ઉર-રહેમાન લખવીની ટેરર ફંડિગનાં કેસમાં ધરપકડ 1 - image

ઇસ્લામાબાદ, 2 જાન્યુઆરી 2021 શનિવાર

પાકિસ્તાની મિડિયા રિપોર્ટસ મુજબ 26/11 મુંબઇ હુમલાનાં માસ્ટર માઇન્ડ અને લશ્કર-એ-તૈયબાનાં સરગના ઝકી-ઉર-રહેમાન લખવીની ટેરર ફંડિગનાં કેસમાં ધરપકડ કરવામાં આવી છે, આતંકવાદીઓને આર્થિક મદદ પહોંચાડવાનાં આરોપમાં પાકિસ્તાનનાં પંજાબમાં તેની ધરપકડ કરવામાં આવી છે, તેની ધરપકડનો મુંબઇ હુમલા સાથે કોઇ સંબંધ નથી.

પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતનાં આતંક વિરોધી શાખાનાં પ્રવક્તાએ આ બાબતની પુષ્ટી કરી છે કે લખવીને લાહોરમાં ધરપકડ કરાયો છે, તેના પર આરોપ છે કે તે ડિસ્પેન્સરીનાં નામે મળતા ફંડનો ઉપયોગ આતંકવાદી પ્રવૃતીઓ માટે કરતો હતો, તેને વર્ષ 2008માં મુંબઇ હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આંતરરાષ્ટ્રિય સ્તરનો આતંકવાદી ઘોષિત કર્યો છે.

ફાઇનાન્સિયલ એક્સન ટાસ્ક ફોર્સ (FATF)  દ્વારા બ્લેકલિસ્ટ કરાયા બાદ તેના પ્રતિબંધોથી બચવા માટે પાકિસ્તાન આ પ્રકારની પેંતરાબાજી કરતું રહે છે, આતંક વિરોધી કાર્યવાહીનાં નામ પર ઇસ્લામાબાદ અવારનવાર આતંકવાદીઓ પર કાર્યવાહી કરતું હોવાનો દેખાડો કરે છે, જેથી કરીને નવેમ્બરમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી FIA મોસ્ટ વોન્ટેડની એક યાદીમાં મુંબઇ હુમલામાં સામેલ 11 આતંકવાદીઓનાં નામનો પણ સમાવેશ કર્યો હતો.


Google NewsGoogle News