ITR-1: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ શરૂ, જાણો પગારદારો કેવી રીતે ઘેરબેઠા ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકે?

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
ITR-1: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ શરૂ, જાણો પગારદારો કેવી રીતે ઘેરબેઠા ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકે? 1 - image


Income Tax Return File: કરદાતાઓએ નાણાકીય વર્ષ 2023-24 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું શરૂ કરી દીધુ છે. થોડા દિવસ પહેલા જ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ITR-1, ITR-2 અને ITR-3 ફોર્મ જારી કર્યા હતા. ઓનલાઈન રિટર્ન ફાઈલ કરવા માટે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કુલ 7 આઈટીઆર ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. પરંતુ, મોટાભાગના લોકો માટે આઈટીઆરની કઈ કેટેગરીમાં રિટર્ન ફાઈલ કરવુ એ મોટો પ્રશ્ન છે. જુદી-જુદી આવકનો સ્રોત ધરાવતા લોકો માટે અલગ અલગ આઈટીઆર ફોર્મ છે. આજે અમે પગારદારો માટે સરળતાથી ઘેરબેઠા ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની રીત જણાવીશુ...

ITR-1નો ઉપયોગ

ઈનકમ ટેક્સ ફાઈલ કરવા માટે આ ફોર્મનો ઉપયોગ સૌથી વધુ થતો હોય છે. આ ફોર્મ રેસિડન્ટ ઈન્ડિવ્યુઝઅલ ટેક્સપેયર્સ માટે છે. જેના માટે અમુક શરતો છે. આ ફોર્મનો ઉપયોગ રૂ. 50 લાખથી (1) ઓછી આવક ધરાવતા કોઈપણ વ્યક્તિગત કરદાતા કરી શકે છે.(2) આવક પગારમાંથી થતી હોવી જોઈએ, (3) માલિકીનું એક ઘર હોય, કૃષિ મારફત રૂ. 5 હજારની આવક ધરાવતા હોય, વ્યાજ મારફત કમાણી કરનારા આ ફોર્મનો ઉપયોગ કરી શકે છે. પેન્શનર્સ પણ આ ફોર્મ મારફત ટેક્સ ફાઈલ કરી શકે છે.

આઈટીઆર 1નો ઉપયોગ એનઆરઆઈ કરી શકે નહિં. તેમજ જો કોઈ કરદાતાએ લોટરી મારફત આવક કરી હોય તો તેઓ આ ફોર્મ ભરી શકશે નહિં. ટેક્સેબલ કેપિટલ ગેઈન, અનલિસ્ટેડ શેરોમાં રોકાણ કરનારા આ ફોર્મ ભરી શકે નહિં. જો કરદાતા કોઈ કંપનીના ડિરેક્ટર હોય અથવા માલિક હોય, તેમજ એક કરતાં વધુ ઘર ધરાવતા હોય તેઓ આ ફોર્મ હેઠળ ટેક્સ ફાઈલ કરી શકશે નહિં.

આ પણ વાંચો : મોડા ITR ફાઈલ કરવા બદલ બે પ્રકારની પેનલ્ટી ચૂકવવી પડશે, જાણો કેટલો દંડ થઈ શકે

ITR-1 ફાઈલ કરવાની પ્રક્રિયા

આઈટીઆર-1 ફોર્મ હેઠળ આઈટી રિટર્ન ફાઈલ કરવા માટે ફોર્મ-16 હોવુ જરૂરી છે. કરદાતા આઈટીઆર ફોર્મ-1ની મદદથી ઓનલાઈન રિટર્ન ફાઈલ કરીશકે છે. ફોર્મમાં અંગત વિગતો ભર્યા બાદ ગ્રોસ ટોટલ ઈનકમ દર્શાવવાની રહેશે, બાદમાં ટોટલ ડિડક્શન, અને ટેક્સ પેઈડ તથા ટેક્સ લાયબિલિટી વિશે માહિતી આપવાની રહેશે. દરવર્ષે 31 જુલાઈના રોજ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ છે.ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સત્તાવાર વેબસાઈટ ખોલ્યા બાદ ઈ-ફાઈલ વિકલ્પ પર ઈનકમ ટેક્સ રિટર્ન પર ક્લિક કરો, જેમાં નવા આઈકોનમાં ફાઈલ ઈનકમ ટેક્સ રિટર્નનો વિક્લપ આવશે, જેના પર ક્લિક કરો, જો તમારૂ પાનકાર્ડ આધાર સાતે લિંક નહિં હોય તો વોર્નિંગ મેસેજ આવશે, જેમાં આધાર અને પાનને લિંક કરાવવુ પડશે.

• બાદમાં એસેસમેન્ટ વર્ષ લખી મોડ ઓફ ફાઈલિંગ ઓનલાઈન પસંદ કરો, જેમાં તમારા પેન્ડિંગ ટેક્સ રિટર્ન માટે રેસ્યુમ ફાઈલિંગ પર ક્લિક કરો. અને નવા ફાઈલિંગ માટે સ્ટાર્ટ ન્યુ ફાઈલિંગ પર ક્લિક કરો

• સ્ટેટસમાં વ્યક્તિગત ધોરણે ફાઈલિંગ માટે ઈન્ડિવિઝ્યુઅલ પર ક્લિ કરો  અને આઈટીઆર ફોર્મ-1 પસંદ કરો,

• ટેક્સ રિઝિમમાં નવી અને જુની બંને પદ્ધતિનો વિકલ્પ આવશે.તમારી મરજી મુજબ પસંદગી કરો, નવી ટેક્સ રિઝિમ સિસ્ટમમાં અમુક ડિડક્શન અને કપાતનો લાભ મળશે નહિં.

• તમારા ડેટાનો રિવ્યુ કરી જરૂરી વિગતો ભરી કન્ફર્મ પર ક્લિક કરો, બાદમાં તમારી આવક અને કુલ ડિડક્શનની વિગતો ઉમરી પ્રોસિડ પર ક્લિક કરો.

• ટોટલ ટેક્સ લાયબિલિટી પર ક્લિક કરી વિગતો ભર્યા બાદ પે નાઉ પર ક્લિક કરો

• જો કોઈ ટેક્સ લાયબિલિટી ન હોય તો તમે રિફંડના હકદાર છો. તો વિગતો ભર્યા વિના પ્રિવ્યુ અને સબમિટ યોર રિટર્ન વિકલ્પ પર ક્લિક કરો.

ITR-1: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ શરૂ, જાણો પગારદારો કેવી રીતે ઘેરબેઠા ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકે? 2 - image


Google NewsGoogle News