ઈન્ક્મ ટેક્સ સ્લેબમાં કરાયેલા ફેરફાર સરળ શબ્દોમાં સમજો, રૂ. 28,600 સુધીની બચત થઈ શકશે

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
ઈન્ક્મ ટેક્સ સ્લેબમાં કરાયેલા ફેરફાર સરળ શબ્દોમાં સમજો, રૂ. 28,600 સુધીની બચત થઈ શકશે 1 - image


Budget 2024: નાણા મંત્રીનિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2024-25માં મધ્યમવર્ગને રાહત આપી છે. સીતારમણે નવા ટેક્સ રેજિમને પ્રોત્સાહન આપતાં તેના ટેક્સ સ્લેબમાં ફેરફારો કર્યા છે. તેમજ સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ રૂ. 25 હજાર સુધીનો વધારો કર્યો છે. 

આ વખતના બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન મર્યાદા રૂ. 50000થી વધારી રૂ. 75000 કરાઈ છે. તે અંતર્ગત નવા કર માળખામાં રૂ. ત્રણ લાખ સુધીની આવક પર અગાઉની જેમ શૂન્ય ટેક્સ છે. જો કે,  5 ટકાના સ્લેબની આવકમાં ફેરફાર કર્યો છે. હવે 3થી 7 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે. આ પહેલા રૂ. 6 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ ભરવાનો આવતો હતો.

આ સિવાય રૂ. 10 લાખ સુધીની આવક 10 ટકા ટેક્સ લાગુ કરાયો છે. અગાઉ રૂ. 10 લાખની આવક ધરાવતા લોકો 15 ટકા ટેક્સ ચૂકવતા હતા. જો કે, હાઈ નેટવર્થ ધરાવતા વર્ગ અર્થાત 15 ટકા ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરાયો, પરંતુ તેમને ડિડક્શનનો લાભ મળશે.

ઈન્ક્મ ટેક્સ સ્લેબમાં કરાયેલા ફેરફાર સરળ શબ્દોમાં સમજો, રૂ. 28,600 સુધીની બચત થઈ શકશે 2 - image

75000નું સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે

નવા કર માળખા પ્રમાણે, રૂ. ત્રણ લાખથી સાત લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ ચૂકવાતો હતો. જો કે, આટલી રકમ પર સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ લેતાં કરદાતાઓએ 7.75 લાખ સુધીની આવક પર 5 ટકા જ ટેક્સ ચૂકવવો પડશે. સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે ટેક્સનું ભારણ ઘટાડવા સરકાર દ્વારા અપાતી છૂટછાટ. તેમાં વિવિધ ખર્ચ ઉપરાંત કરદાતા સીધો રૂ. 75 હજાર સુધીની કપાતનો લાભ લઈ શકે છે. 

નવા ટેક્સ રેજિમમાં ફેરફારો હેઠળ થતો લાભ

ઈન્ક્મ ટેક્સ સ્લેબમાં કરાયેલા ફેરફાર સરળ શબ્દોમાં સમજો, રૂ. 28,600 સુધીની બચત થઈ શકશે 3 - image

નવા ટેક્સ રેજિમમાં મધ્યમવર્ગને થશે બચત

નવા ટેક્સ રેજિમમાં કરાયેલા ફેરફારોના પગલે 5 ટકા ટેક્સ ચૂકવતાં કરદાતાને રૂ. 28600, 10 ટકા ટેક્સ ચૂકવતા કરદાતાને રૂ. 14300, 15 ટકા ટેક્સ ચૂકવતા કરદાતાને રૂ. 15600 તેમજ 20થી 30 ટકા ટેક્સ ચૂકવતા કરદાતાને રૂ. 18200નો લાભ થશે.

10.75 લાખની આવક પર થશે આટલો ફાયદો

જે કરદાતાની આવક રૂ. 10.75 લાખ હશે, તે અગાઉ રૂ. 66300 ટેક્સ ચૂકવતા. જો કે નવા કર માળખા હેઠળ 10 ટકા ટેક્સ રેટ સાથે રૂ. 52000 ચૂકવવા પડશે. એટલે કે તેમને  રૂ. 14300નો લાભ થશે.

12.75 લાખની આવક પર મળશે 15600નો લાભ

રૂ. 10થી 12 લાખની આવક ધરાવતા કરદાતા માટે 15 ટકા ટેક્સ લાગુ કરાયો છે. જે કરદાતાની આવક રૂ. 12.75 લાખ હશે, તેમણે આ સ્લેબ હેઠળ ટેક્સ ચૂકવવાનો રહેશે, જે અગાઉના માળખા પ્રમાણે રૂ. 98,800  ચૂકવવાનો થતો હતો. એટલે કે આ આંકડો ઘટીને હવે રૂ. 83200 થશે, જેમાં કરદાતાઓને રૂ. 15600ની બચતન લાભ મળશે.

રૂ. 15.75 લાખ આવક પર રૂ. 18200નો લાભ

નવા ફેરફાર પ્રમાણે ચોથા સ્લેબ હેઠળ રૂ. 12થી 15 લાખ સુધીની આવક પર 20 ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે. તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ લઈને રૂ. 15.75 લાખ સુધીની આવક પર ચૂકવવા પાત્ર ટેક્સ રૂ. 1,63,800 થાય છે. હવે આ આંકડો ઘટીને રૂ. 1,45,600 થશે. એટલે કે તેમાં રૂ. 18,200નો લાભ મળશે.

રૂ. 18.75 લાખની આવક પર પણ ટેક્સનો લાભ 

આ રૂ. 18 લાખથી વધુ આવક પર ટેક્સેબલ આવક રૂ. 2,57,400 હતી. જે ઘટી 2,39,200 થશે. આમ આટલી આવક ધરાવનારાને રૂ. 18,200ની બચત થશે.  

 ઈન્ક્મ ટેક્સ સ્લેબમાં કરાયેલા ફેરફાર સરળ શબ્દોમાં સમજો, રૂ. 28,600 સુધીની બચત થઈ શકશે 4 - image


Google NewsGoogle News