Get The App

આ નાની બચત યોજના બેન્ક એફડી કરતાં વધુ વ્યાજ આપી રહી છે, મેચ્યોરિટીના અંતે મૂડી ડબલ

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
Investment tips

Image: FreePik



Kisan Vikas Patra: સુરક્ષિત રોકાણ માધ્યમો મારફત મબલક રિટર્ન કમાવવા માગતા લોકો માટે આ બચત યોજના લાભદાયી સાબિત થઈ શકે છે. જેમાં બેન્ક એફડી કરતાં પણ વધુ વ્યાજ મળે છે. જેમાં લાંબાગાળે સારી એવી મૂડી સંપત્તિનું સર્જન થઈ શકે છે.

કિસાન વિકાસ પત્ર સ્કીમમાં બેન્ક એફડી કરતાં વધુ અને ઉંચા વ્યાજના દરો મળે છે. આ સ્કીમમાં 7.5 ટકા વ્યાજ મળે છે. જ્યારે બેન્કો એફડી પર વિવિધ મેચ્યોરિટી પર 6.5 ટકાથી 7 ટકા સુધી વ્યાજ આપે છે. આ યોજનામાં  મેચ્યોરિટીના અંતે મૂડી લગભગ ડબલ થાય છે.

કિસાન વિકાસ પત્ર અને બેન્ક એફડીના વ્યાજદરો

સ્કીમવ્યાજદર
કિસાન વિકાસ પત્ર7.50 ટકા
એક્સિસ એફડી7.10 ટકા
એસબીઆઈ એફડી7.00 ટકા
એચડીએફસી બેન્ક એફડી7.00 ટકા
બેન્ક ઓફ ઈન્ડિયા એફડી6.75 ટકા
યુનિયન બેન્ક એફડી6.50 ટકા


કિસાન વિકાસ પત્રના લાભો

માર્કેટમાં વોલેટિલિટી હોવા છતાં તમને ગેરેંટેડ રિટર્ન આપે છે. ચક્રવૃદ્ધિ વ્યાજ મળતુ હોવાથી મેચ્યોરિટીના અંતે રોકાણ કરેલી મૂડી લગભગ ડબલ થાય છે. દર ત્રિમાસિકે વ્યાજના દરો મોંઘવારીના આધારે બદલાતા રહે છે. જેનો લાભ પણ મળે છે. મેચ્યોરિટી પિરિયડ 115 મહિના (9 વર્ષ અને પાંચ માસ) છે. લોક ઈન પિરિયડ અઢી વર્ષનો છે. ખાતેદારના મૃત્યુ અથવા કોર્ટના આદેશ વિના લોક ઈન પિરિયડ પહેલાં રકમ પાછી ખેંચી શકાય નહીં.

કરપાત્ર

કિસાન વિકાસ પત્રમાં રોકાણ કલમ 80 (સી) હેઠળ કપાત માટે માન્ય નથી. વ્યાજ  મારફત થતી કમાણી પર ટેક્સ લાગૂ છે. વ્યાજ પર દરવર્ષે 10 ટકા ટીડીએસ કપાય છે. જેમાં ઓછામાં ઓછુ રૂ. 1000નું રોકાણ કરી શકો છો. મહત્તમ રોકાણ માટે કોઈ મર્યાદા નથી.જેના પર લોન પમ મળે છે અને તેના વ્યાજદર અન્યની તુલનાએ નીચા હોય છે.

આ રીતે રોકાણ કરો

નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક સાધી કિસાન વિકાસ પત્રમાં રોકાણ શરૂ કરી શકો છો. જેના માટે એપ્લિકેશન ફોર્મમાં જરૂરી વિગતો ભરી રજૂ કરવાનું રહેશે. જો કેવાયપીમાં રોકાણ કોઈ એજન્ટ મારફત કરી રહ્યા હોવ તો ફોર્મ A1 જમા કરવુ પડશે. કેવાયપીનું ફોર્મ ઓનલાઈન પણ મેળવી શકો છો.  જેમાં કેવાયસી પ્રક્રિયા કરી એકસામટી રકમનું રોકાણ કરવાનું રહેશે.

  આ નાની બચત યોજના બેન્ક એફડી કરતાં વધુ વ્યાજ આપી રહી છે, મેચ્યોરિટીના અંતે મૂડી ડબલ 2 - image


Google NewsGoogle News