અદાણીનો વિદેશમાં પણ વિરોધ, કેન્યામાં એરપોર્ટના સંચાલન માટે કરાર થતાં જ હજારો કર્મીની હડતાળ
Image: IANS |
Kenya Airport Strike Over Adani Deal: દેશના ટોચના ધનિક ગૌતમ અદાણી પર મુશ્કેલીઓ અટકવાનું નામ લઈ રહી નથી. ઓસ્ટ્રેલિયામાં અદાણીના કોલ માઈનિંગ પ્રોજેક્ટનો વિરોધ, હિન્ડબર્ગના આરોપો, વિપક્ષના હંમેશાથી આકારા પ્રહારો બાદ હવે વધુ એક દેશમાં અદાણી ગ્રુપ વિરૂદ્ધ દેખાવો થઈ રહ્યા છે.
કેન્યાની સરકાર અને ભારતના અદાણી ગ્રુપ વચ્ચે થયેલી સમજૂતીના વિરોધમાં કેન્યાના મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હજારો કર્મચારીઓેએ દેખાવો કર્યા હતાં. જેના કારણે અનેક ફલાઇટ રદ થતાં હજારો યાત્રીઓ એરપોર્ટ પર ફસાઇ ગયા હતાં. કેન્યા એરપોર્ટ વકર્સ યુનિયને હડતાળની જાહેરાત કરી હતી અને આરોપ મૂક્યો હતો કે આ સમજૂતીથી લોકોની રોજગારી છીનવાશે અને જેમની નોકરી બચશે તેમના પર નોકરીના ખૂબ જ ખરાબ નિયમો અને શરતો લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ FPIએ પોતાના હોલ્ડિંગ્સની વિગતો હજુ સુધી કેમ જાહેર કરી નથી? કોંગ્રેસે કર્યો આક્ષેપ
અદાણી ગ્રુપ 30 વર્ષ સુધી એરપોર્ટનું સંચાલન કરશે
કેન્યાની સરકારે કરેલા કરાર હેઠળ અદાણી 30 વર્ષ સુધી જોમો કેન્યાટા એરપોર્ટનું સંચાલન કરશે. કેન્યાની સરકારે જણાવ્યું હતું કે અદાણી ગ્રુપની સાથે નિર્માણ અને સંચાલન સમજૂતી હેઠળ જોમો કેન્યાટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું આઘુનિકીકરણ કરવામાં આવશે તથા એક વધારાનો રનવે તથા ટર્મિનલનું નિર્માણ કરવામાં આવશે. સમજૂતી હેઠળ અદાણી જૂથ 30 વર્ષો સુધી એરપોર્ટનું સંચાલન કરશે.
નૈરોબીમાં સેવા આપનારી વિમાન કંપની કેન્યા એરવેઝે જાહેરાત કરી છે કે એરપોર્ટ ચાલતી હડતાળને કારણે ફલાઇટમાં વિલંબ થશે અને શક્ય છે કે ફલાઇટો રદ કરવામાં આવે. ગયા સપ્તાહમાં એરપોર્ટના કર્મચારીઓએ હડતાળ પર જવાની ચેતવણી આપી હતી.