કલમ 370 હટ્યા બાદ બિઝનેસ મામલે કેટલું બદલાયું કાશ્મીર? ત્રણ વર્ષમાં અરબોમાં પહોંચ્યો આંકડો
જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ હવે પરિસ્થિતિ થોડી બદલાઈ છે
વ્યાપારના સંદર્ભમાં કાશ્મીર કેટલું બદલાયું તે જોઈએ
Kashmir After 370 Removal: વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી. ત્યારથી કાશ્મીરમાં ઘણા પરિવર્તન આવ્યા છે. તેમજ લદ્દાખ ક્ષેત્રમાં રોકાણ વધી રહ્યું છે. આ પાંચ વર્ષમાં આતંકવાદી ઘટનાઓની સ્થિતિ તો સુધારી જ છે પરતું આજે જાણીશુ છેલ્લા 3 વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં બિઝનેસના દૃષ્ટિકોણથી કેટલું પરિવર્તન આવ્યું છે.
કેટલું રોકાણ કરવામાં આવ્યું છે?
ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યસભામાં રોકાણ અંગે માહિતી આપવામાં આવી છે. જે મુજબ, વર્ષ 2019-20માં જમ્મુ-કાશ્મીરમાં 296.64 કરોડ રૂપિયા, વર્ષ 2020-21માં 412.74 કરોડ રૂપિયા, વર્ષ 2021-22માં 376.76 કરોડ રૂપિયા, વર્ષ 2022-23માં 2153.45 કરોડ રૂપિયા અને વર્ષ 2023-24માં રૂ. 2417.19 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં 2019 અને 2023ની સરખામણી કરીએ તો આ રોકાણ લગભગ 10 ગણું વધ્યું છે.
કઈ નીતિઓ લાગુ કરવામાં આવી હતી?
સરકારે રોકાણને પ્રોત્સાહન આપવા માટે ઘણી નીતિઓ લાગુ કરી છે. જમ્મુ અને કાશ્મીર ઔદ્યોગિક નીતિ, 2021-30,જમ્મુ અને કાશ્મીર ઔદ્યોગિક જમીન ફાળવણી નીતિ, 2021-30, જમ્મુ અને કાશ્મીર ખાનગી ઔદ્યોગિક મિલકત વિકાસ નીતિ, 2021-30, જમ્મુ અને ઔદ્યોગિક વિકાસ નીતિમાં વિદેશી રોકાણના પ્રોત્સાહન માટેની નીતિ, 2022, જમ્મુ અને કાશ્મીર સિંગલ વિન્ડો રૂલ્સ 2021, ટર્નઓવર પ્રોત્સાહક યોજના, 2021 જેવી 12 યોજનાઓ શરુ કરવામાં આવી છે.