Get The App

ભરઉનાળે કરાચી શેરબજારમાં ધ્રૂજારી KSE-100 ઈન્ડેક્સ 1999 પોઈન્ટ તૂટયો

Updated: Apr 25th, 2025

GS TEAM


Google News
Google News
ભરઉનાળે કરાચી શેરબજારમાં ધ્રૂજારી KSE-100 ઈન્ડેક્સ 1999 પોઈન્ટ તૂટયો 1 - image


- ભારતની ગમે તે ઘડીએ પાકિસ્તાન પર સૈન્ય કાર્યવાહીના ફફડાટે

- પાકિસ્તાનમાંથી ઈન્વેસ્ટરો ઉચાળા ભરવા લાગ્યા : ઈન્ટ્રા-ડે કરાચી ઈન્ડેક્સ 2565 પોઈન્ટ ખાબક્યો

મુંબઈ : કાશ્મીરમાં પહલગામ ખાતે આતંકીઓ  દ્વારા ૨૭ પર્યટકોની કરાયેલી ઘૃણાસ્પદ હત્યાના વિશ્વભરમાં આકરાં પ્રત્યાઘાત અને પાકિસ્તાનની ભૂમિકાની ઘોર નિંદા વચ્ચે ભારતમાં જનઆક્રોશ વધતો જઈ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા વધતાં દબાણ અને મોદી સરકાર દ્વારા આ માટે ઈન્ડસવોટર ટ્રીટી-૧૯૬૦, સિંધુ જળસંધિ અટકાવવા સહિતના લેવાયેલા પગલાં અને હવે સૈન્ય કાર્યવાહીની તૈયારી વચ્ચે આજે ભરઉનાળે પાકિસ્તાનનું કરાંચી સ્ટોક એક્સચેન્જ ધુ્રજી ઉઠયું હતું.

સિંધુ જળસંધિ અટકવા સાથે પાકિસ્તાન મોટા સંકટમાં આવી જવાના અને આર્થિક પાયમાલી સહિતની અધોગતિના સંકેત મેળવી ગયેલા ઈન્વેસ્ટરો, ફંડોએ પાકિસ્તાનમાં કરેલા રોકાણને પાછું ખેંચવા માંડી ઉચાળા ભરવા લાગતાં આજે કરાંચી શેર બજારમાં ધબડકો બોલાઈ ગયો હતો. 

કરાંચી શેર બજારના પ્રમુખ ઈન્ડેક્સો કેએસઈ-૧૦૦ ઈન્ડેક્સ એક તબક્કે ૨૫૬૫ પોઈન્ટ એટલે કે બે ટકાથી વધુ તૂટીને ૧,૧૪,૬૬૦ના લેવલે આવી ગયા બાદ અંતે ૧૯૯૯ પોઈન્ટ એટલે કે ૧.૭૧ ટકા તૂટીને ૧,૧૫,૧૨૮ના લેવલે અને કેએસઈ ઈન્ડેક્સ ૧૧૫૪.૦૭ પોઈન્ટ એટલે કે ૧.૫૭ ટકા તૂટીને ૭૨,૧૮૭.૧૯ની સપાટીએ અને કરાંચી ૩૦ ઈન્ડેક્સ ૬૧૩.૩૫ પોઈન્ટ એટલે કે ૧.૭૧ ટકા ખાબકીને ૩૫,૩૫૯.૬૧ની સપાટીએ આવી ગયા હતા.

Tags :