Get The App

ઝુનઝુનવાલાની એરલાઈન કંપની AKASHA AIRની પહેલી ફ્લાઈટ જુલાઈમાં ઉડાન ભરશે

Updated: Jun 21st, 2022


Google NewsGoogle News
ઝુનઝુનવાલાની એરલાઈન કંપની AKASHA AIRની પહેલી ફ્લાઈટ જુલાઈમાં ઉડાન ભરશે 1 - image

નવી દિલ્હી,તા.21 જૂન 2022,મંગળવાર

ભારતના એવિએશન સેક્ટરમાં આગામી મહિનાથી વધુ એક નવી એરલાઈન કંપની એન્ટ્રી લેવા જઈ રહી છે.

ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી આકાશા એર કંપનીની પહેલી ફ્લાઈટ જુલાઈ મહિનામાં ઉડાન ભરે તેવી સંભાવના છે.

આ કંપનીને આજે તેના પહેલા એરક્રાફ્ટની ડિલિવરી મળી ગઈ છે. આકાશા એર કંપનીએ બોઈંગ કંપનીને 737 મેક્સ પ્રકારના 72 વિમાનોનો ઓર્ડર આપ્યો છે. આ પૈકી પહેલુ વિમાન આજે ભારત આવી પહોંચ્યુ હતુ.

આમ આકાશા એર હવે એર ઓપરેટર પરમિટ મેળવવાની નજીક પહોંચી ગઈ છે. કંપનીનુ કહેવુ છે કે, પહેલુ એરક્રાફ્ટ સમય પહેલા જ ભારત આવી ગયુ છે અને ભારતીય એવિએશન સેક્ટરમાં અમે દેશની સૌથી વિશ્વસનિય અને સસ્તી સેવા પુરી પાડવા માટે કટિબધ્ધ છે. ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી ઈકોનોમી પૈકી એક છે.

કંપની જુલાઈ મહિનાથી ફ્લાઈટ શરૂ કરવા માટેની યોજના બનાવી રહી છે. કંપનીને ક્યૂપી કોડ આપવામાં આવ્યો છે.


Google NewsGoogle News