Get The App

દેશના જાણીતા બિઝનેસમેન જેલમાં, પત્નીનું મુંબઈમાં થયું નિધન

Updated: May 16th, 2024


Google NewsGoogle News
દેશના જાણીતા બિઝનેસમેન જેલમાં, પત્નીનું મુંબઈમાં થયું નિધન 1 - image


Naresh Goyal Wife Anita Goyal Passes Away: જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલન પત્નિ અનિતા ગોયલનું કેન્સરની લાંબી માંદગી બાદ નિધન થયું છે. સારવાર દરમિયાન ગુરૂવારે મુંબઈની એક હોસ્પિટલમાં અનિતા ગોયલે અંતિમ શ્વાસ લીધા હતા. આજે મુંબઈ ખાતે અંતિમ સંસ્કાર થશે.

અનિતા ગોયલના પતિ જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલ મની લોન્ડરિંગ મામલે જેલમાં બંધ છે. થોડા દિવસ પહેલાં જ પત્નિની બિમારીના પગલે જામીન મળ્યા હતા. ગોયલે પત્નિના અંતિમ દિવસોમાં તેની સાથે રહેવા જામીન માગ્યા હતા. ઉલ્લેખનીય છે, નરેશ ગોયલ પણ કેન્સરની બિમારીથી પીડાઈ રહ્યા છે.

નરેશ ગોયલના પરિવારમાં બે બાળકો નમ્રતા અને નિવાન ગોયલ છે. આ મહિનાની શરૂઆતમાં નરેશ ગોયલે તેની બિમાર પત્નીને મળવા માટે જામીન અરજી કરી હતી. બોમ્બે હાઈ કોર્ટે મેડિકલ અને માનવીય આધાર પર જામીન મંજૂર કર્યા હતા. જો કે, કોર્ટે તેમને મુંબઈ બહાર ન જવાની શરતે જામીન મંજૂર કર્યા હતા. ઈડીએ કેનેરા બેન્ક સાથે જોડાયેલા મની લોન્ડરિંગ મામલે ધરપકડ કરી હતી.

 દેશના જાણીતા બિઝનેસમેન જેલમાં, પત્નીનું મુંબઈમાં થયું નિધન 2 - image


Google NewsGoogle News