બ્યુટી વિથ બ્રેઈન છે કોટક પરિવારની ભાવિ પુત્રવધુ, યેલ યુનિ.માંથી MBA પાસ થતા જય કોટકે ખુશી વ્યક્ત કરી
અદિતિ આર્યએ એમબીએ કર્યું છે ઉપરાંત મોડલ અને અભિનેત્રી પણ છે
જય કોટકે તેમના મંગેતરના નામ વિશે કર્યો ખુલાસો
અબજોપતિ બેંકર ઉદય કોટકના પુત્ર જય કોટકે તાજેતરમાં જ તેની મંગેતરનું નામ જાહેર કર્યું છે. સગાઈની અફવાઓ વચ્ચે, જય કોટકે પૂર્વ મિસ ઈન્ડિયા અદિતિ આર્યને 'યેલ યુનિવર્સિટી'માંથી સ્નાતક થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પોતાની મંગેતરની સફળતાની માહિતી ખુદ જયએ ટ્વિટર પર શેર કરી છે.
અદિતિ 'બ્યુટી વિથ બ્રેઈન' છે
અદિતિ આર્યએ એમબીએ પૂર્ણ કર્યું છે. 29 વર્ષની અદિતિ સુંદરતામાં પણ પાછળ નથી. અદિતિ 2015માં મિસ ઈન્ડિયા રહી ચૂકી છે. તે એક મોડલ અને અભિનેત્રી પણ છે. તેણે હિન્દી સિવાય તેલુગુ, તમિલ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે.
જય કોટકે તેમના મંગેતરના નામ વિશે કર્યો ખુલાસો
જય કોટકે તેમની મંગેતર વિશે એક ટ્વીટ કરતા લખ્યું હતું કે, મારી મંગેતર અદિતિએ યેલ યુનિવર્સિટીમાંથી MBA પૂર્ણ કર્યું. જેના પર મને ગર્વ છે. આ ઉપરાંત તેણે અદિતિ આર્યાની બે તસવીરો પણ શેર કરી.
Aditi, my fiancée, completed her MBA from Yale University today. Immensely proud of you @AryaAditi pic.twitter.com/xAdcRUFB0C
— Jay Kotak (@jay_kotakone) May 24, 2023