ટેક્સ ડિડક્શન અને ટેક્સ એક્ઝેમ્પશન વચ્ચે શું છે તફાવત, જાણો ITRમાં કેવી રીતે થાય છે લાભ

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
ITR Filling Deadline

Image: IANS


ITR Filling Deadline: ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે અથવા તો ટેક્સ બચતના સાધનના ભાગરૂપે ટેક્સ એક્ઝેમ્પશન અને ટેક્સ ડિડક્શનનો ઉલ્લેખ ઘણી વખત થતો હોય છે. ટેક્સ એક્ઝેમ્પશન એટલે ટેક્સમાં છૂટ અને ટેક્સ ડિડક્શન એટલે ટેક્સમાં કપાત. આ બંને બાબતો એક સરખી હોવા છતાં તેમાં તફાવત રહેલો છે, આવો જાણીએ...

ટેક્સ ડિડક્શન (Tax Deduction)

ટેક્સ ડિડક્શન અર્થાત ટેક્સમાં કપાત એ રોકાણ અને ખર્ચને તમારી કુલ આવકમાંથી બાદ કરી ટેક્સેબલ આવકમાં ઘટાડો કરી શકે છે. ટેક્સ ડિડક્શનનો લાભ તમને ઈન્કમ ટેક્સ એક્ટની વિવિધ કલમો હેઠળ લઈ શકો છો.

કલમ 80 (સી) હેઠળ રોકાણ અને ખર્ચ પર કપાતનો લાભ

ઈન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 80 (સી) ટેક્સમાં બચત માટે સારો વિકલ્પ છે. જેનો લાભ અનેક પ્રકારના રોકાણો અને ખર્ચાઓમાં કપાત સ્વરૂપે લઈ શકાય. જેનાથી તમે તમારી ટેક્સેબલ ઈન્કમમાં ઘટાડો કરી તમારી ટેક્સ જવાબદારીઓમાં ઘટાડો કરી શકો છો. કલમ 80 (સી)નો લાભ એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ, પબ્લિક પ્રોવિડન્ટફંડ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ, અને લાઈફ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ જેવા અનેક પ્રકારના રોકાણ પર આ કપાતનો લાભ લઈ શકો છો. જેમાં નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 1.5 લાખ સુધીના રોકાણ પર ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકો છો. એટલે કે, દોઢ લાખ સુધીના રોકાણ પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.

આ પણ વાંચોઃ ITR ફાઈલિંગમાં મોડું કર્યું તો આ લાભ નહીં મળે, જાણો કેટલા દિવસમાં રિફંડ જમા થાય છે

હોમ લોનના વ્યાજ પર કપાત

ઈન્કમ ટેક્સની કલમ 24 (બી) હેઠળ હોમ લોન પર ચૂકવવામાં આવતા વાર્ષિક રૂ. 2 લાખ સુધીના વ્યાજ પર ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકો છો. આ ઉપરાંત કલમ 80 (ડી) હેઠળ હેલ્થ ઈન્સ્યોરન્સ અને મેડિકલ ઈન્સ્યોરન્સના પ્રીમિયમની ચૂકવણી પર પણ કપાતનો લાભ મળે છે. જેમાં કપાતની રકમ વયજૂથ અને કવરેજ પર નિર્ભર છે.

કલમ 80ની આ પેટા કલમ હેઠળ ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકો છો

1. કલમ 80 (સી) હેઠળ અનેક પ્રકારના રોકાણ પર

2. કલમ 80 (સીસીસી) હેઠળ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર

3. કલમ 80 (સીસીડી) હેઠળ પેન્શન કોન્ટ્રિબ્યૂશન પર

4. કલમ 80 (ટીટીએ) હેઠળ બચત ખાતાના વ્યાજ પર

5. કલમ 80 (જીજી) હેઠળ મકાન ભાડું, કંપનીમાંથી એચઆરએ ન મેળવતાં કર્મચારીઓ ટેક્સ બેનિફિટ ક્લેમ કરી શકે છે.

6. કલમ 80 (ઈ) હેઠળ એજ્યુકેશન લોનના વ્યાજ પર

7. કલમ 80 (ઈઈ) હેઠળ હોમ લોનના વ્યાજ પર

8. કલમ 80 (ડી) હેઠળ મેડિકલ ઈન્સ્યોરન્સ પર

ટેક્સ એક્ઝેમ્પશન 

ટેક્સ એક્ઝેમ્પશન એટલે કે એવી આવક જેનો ઉમેરો ઈન્કમ ટેક્સની કરપાત્ર આવકમાં થતો નથી. આ આવક કરપાત્ર આવકમાં સામેલ થતી નથી. સરળ ભાષામાં સમજીએ તો ટેક્સ ડિડક્શનમાં કોઈપણ રોકાણ તથા ખર્ચના આધાર પર ક્લેમ કરી કરપાત્ર આવક ઘટાડી શકો છો. જ્યારે એક્ઝેમ્પશનમાં સામેલ આવકને કરપાત્ર આવકમાં જોડવામાં આવતી નથી. જેમાં હાઉસ રેન્ટ અલાઉન્સ, લીવ ટ્રાવેલ અલાઉન્સ, લોંગ ટર્મ કેપિટલ ગેઈન, પરિવારજનો કે સગા-સંબંધી, મિત્રો પાસેથી મળેલી ગિફ્ટ, ખેતીમાંથી થતી આવક...

  ટેક્સ ડિડક્શન અને ટેક્સ એક્ઝેમ્પશન વચ્ચે શું છે તફાવત, જાણો ITRમાં કેવી રીતે થાય છે લાભ 2 - image


Google NewsGoogle News