Get The App

ITR ફાઈલ કરવાનું ચૂક્યા તો વિદેશ જવાનું સપનું અધૂરુ રહેશે, અન્ય મુશ્કેલીઓ પણ આવશે

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
ITR ફાઈલ કરવાનું ચૂક્યા તો વિદેશ જવાનું સપનું અધૂરુ રહેશે, અન્ય મુશ્કેલીઓ પણ આવશે 1 - image



ITR Filling: શું તમે જાણો છો કે, ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ (ITR) ફાઈલ કરવુ જેટલુ જરૂરી છે તેટલા તેના લાભો પણ મળે છે. ઘણીવખત અચાનક અથવા તો પહેલી વખત લોન લેનારાઓ જો આઈટીઆર ફાઈલ ન કરતાં હોય તો તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવક ઈનકમ ટેક્સ રિટર્નની મર્યાદા કરતાં ઓછી હોય તો પણ NIL અર્થાત ઝીરો રિટર્ન ફાઈલ કરી તમે અનેક લાભ લઈ શકો છો. તમે સરળતાથી લોન લઈ શકો છો. વિદેશ જવા માગતા હોવ તો વિઝા પ્રોસેસને ઝડપી બનાવી શકો છો. 

આઈટીઆર ફાઈલ કરવાના લાભ

1. લોન મળવામાં સરળતા

આઈટીઆર તમારી આવકનો પુરાવો છે. જે તમામ બેન્ક અને નાણાકીય સંસ્થાઓમાં આવકના પુરાવા તરીકે સ્વીકાર્ય છે. જો તમે બેન્ક લોન લેવા માગતા હોવ તો તમારે બેન્કમાં આવકના પુરાવા તરીકે આઈટીઆર રજૂ કરવુ પડે છે. જેથી જો તમે નિયમિત આઈટીઆર ફાઈલ કરતા હશો તો તમને બેન્ક સરળતાથી લોન આપે છે. અન્ય સેવાઓ પણ હાંસલ કરી શકો છો.

2. વિઝા માટે જરૂરી

જો તમે વિદેશ જવાની યોજના બનાવી રહ્યા હોવ તો તમારે વિઝા માટે અરજી કરતી વખતે આઈટીઆર ફાઈલ કરવાનું હોય છે. જે અનિવાર્ય છે. ઘણા દેશોની વિઝા ઓથોરિટી તો વિઝા માટે 3થી 5 વર્ષના આઈટીઆર માગતી હોય છે. તેઓ આઈટીઆર દ્વારા આપણી નાણાકીય સ્થિતિ ચકાસતા હોય છે.

3. ટેક્સ રિફંડ ક્લેમ કરી શકાય

જો તમારી આવકમાંથી સીધો ટેક્સ કપાતો હોય તો તેના રિફંડ માટે તમારે આઈટીઆર ફાઈલ કરવુ જરૂરી છે. આવક ભલે ઈનકમ ટેક્સની મર્યાદા હેઠળ ન હોય પરંતુ ટીડીએસ સહિતના રિફંડ આઈટીઆર રિફંડ ફાઈલ કર્યા વિના મેળવી શકાય નહીં.

બાદમાં ટેક્સ રિફંડ ક્લેમ કરવા માટે આઈટીઆર ફાઈલ કરી ઈનકમ ટેક્સ તેનું એસેસમેન્ટ તૈયાર કરે છે. જો તમારૂ રિફંડ થતુ હશે તો તમારા બેન્ક એકાઉન્ટમાં રિફંડની રકમ જમા થઈ જશે.

4. એડ્રેસ પ્રુફ તરીકે પણ ઉપયોગી

આઈટીઆર તમારી કમાણીનો પુરાવો તરીકે રજૂ કરવા ઉપરાંત તમે એડ્રેસ પ્રુફ તરીકે પણ રજૂ કરી શકો છો. 

5. ખોટ કેરિ ફોરવર્ડ કરવી સરળ

જો તમે શેર તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં હોવ અને તેમાં ખોટ કરી હોય તો આઈટીઆર મારફત તે ખોટને આગામી વર્ષે કેરિ ફોરવર્ડ કરી શકો છો. જો આગામી વર્ષે મૂડી લાભ થાય તો કેરિ ફોરવર્ડ કરેલી ખોટ તેમા સરભર થઈ જશે. જેથી તમને મૂડી લાભ પર ચૂકવવામાં આવતા ટેક્સ પર છૂટ મળશે.


Google NewsGoogle News