પગારદારોના ફોર્મ-16 જારી, રિટર્ન ફાઈલ કરતાં પહેલાં નુકસાનથી બચવા આ ચકાસણી કરો

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
પગારદારોના ફોર્મ-16 જારી, રિટર્ન ફાઈલ કરતાં પહેલાં નુકસાનથી બચવા આ ચકાસણી કરો 1 - image


ITR Filing Form 16: નાણાકીય વર્ષ 2023-24 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. પેનલ્ટી વિના તમે 31 જુલાઈ, 2024 સુધી આઈટીઆર ફાઈલ કરી શકો છો. પગારદારો માટે આઈટીઆર ફાઈલ કરવા ફોર્મ  16 જરૂરી છે. ફોર્મ 16 એમ્પ્લોયર (કંપની) દ્વારા જારી કરવામાં આવે છે. જે મોટાભાગની કંપનીઓ દ્વારા જારી થઈ ચૂક્યા છે.

15 જૂન સુધી ફોર્મ 16 જારી કરવુ જરૂરી

કંપની દ્વારા જારી કરવામાં આવેલા ફોર્મ 16માં કરદાતાઓએ ગ્રોસ ઈનકમની સાથે ચોખ્ખી આવક, આવકમાંથી કપાત ટીડીએસ વિશે માહિતી દર્શાવાયેલી હોય છે. એવામાં આ ફોર્મ મારફત ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવુ સરળ હોય છે. આવકવેરા વિભાગના નિયમો અનુસાર, દરેક કંપની પોતાના કર્મચારીઓનું ફોર્મ 16 15 જૂન સુધી જારી કરવુ આવશ્યક છે. મોટાભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને ફોર્મ 16 જારી કરે છે. જેના બે ભાગ હોય છે. ભાગ Aમાં ત્રિમાસિક ધોરણે આવક પર કપાત ટેક્સની માહિતી દર્શાવેલી હોય છે. કંપની તમને ફોર્મ-16ના બંને ભાગ આપે છે. આ બંને ભાગમાં TRACESનો લોગો હોવો જરૂરી છે. જેનાથી તેની પ્રમાણિકતા સુનિશ્ચિત થાય છે.

જ્યારે ભાગ Bમાં તે નાણાકીય વર્ષમાં કંપની દ્વારા કરદાતાને મળેલા કુલ પગારનો હિસાબ હોય છે. આ સાથે તેમાં કપાત અને છૂટની માહિતી પણ નોંધવામાં આવી છે. તમે અહીંથી ચોખ્ખા પગારની ગણતરી કરીને તમારી ટેક્સ જવાબદારીની ગણતરી કરી શકો છો.

ફોર્મ 16ને ફોર્મ 26AS સાથે સરખાવો

જો કંપની દ્વારા તમને ફોર્મ-16 જારી કરવામાં આવ્યું છે, તો સૌથી પહેલા તેને ફોર્મ 26AS સાથે સરખાવવુ જરૂરી છે. જો બંને વચ્ચે આપવામાં આવેલા આંકડાઓમાં કોઈ તફાવત હોય, તો તમારે તમારી કંપનીને તેની જાણ કરવી જોઈએ. જેમાં એમ્પ્લોયર TDS ડેટા તપાસશે અને સુધારો-વધારો કરશે. જો તમે આમ ન કરો તો તમને પાછળથી આવકવેરાની નોટિસ પણ મળી શકે છે. જો ફોર્મ 16 માંની માહિતી ફોર્મ 26AS સાથે મેળ ખાતી હોય તો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકો છો.

 પગારદારોના ફોર્મ-16 જારી, રિટર્ન ફાઈલ કરતાં પહેલાં નુકસાનથી બચવા આ ચકાસણી કરો 2 - image


Google NewsGoogle News