Income Tax Return: 31 માર્ચ સુધીમાં ITR-U ફાઈલ કરો, નહીતર ચૂકવવી પડશે 200 ટકા પેનલ્ટી
ITR-U Deadline: નાણાકીય વર્ષ 2021 (નિર્ધારિત વર્ષ 2021-22) માટે અપડેટેડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 છે. ઇન્કમ ટેક્સ રિટર્ન હેઠળ, અગાઉ ફાઇલ કરેલા રિટર્નમાં થયેલી ભૂલોને સુધારી શકાય છે. આવકવેરા અધિનિયમની કલમ 139(8A) હેઠળ, તમને સંબંધિત મૂલ્યાંકન વર્ષના અંત પછી તમારા ITRમાં સુધારા કરવાની છૂટ છે. જો તમે ભૂલો સુધારતા નથી અને ટેક્સ ઓથોરિટીને તેની જાણ થાય છે, તો તમારી પાસેથી બાકી ટેક્સના 200 ટકા દંડ વસૂલવામાં આવી શકે છે.
આ કરદાતાઓ માટે રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે
RTR સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 છે. કરદાતાઓ જેમના ખાતાનું ઓડિટ કરવું જરૂરી નથી. જેની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધુ છે તેમના માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત છે. રૂ. 5 લાખથી વધુની કુલ આવક ધરાવતી વ્યક્તિઓ માટે, રિટર્ન મોડું ફાઇલ કરવા પર રૂ. 5,000નો દંડ લાગી શકે છે અને આવકવેરાની નોટિસનો પણ સામનો કરવો પડી શકે છે. જ્યારે 5 લાખ રૂપિયા સુધીની કુલ આવક ધરાવતી વ્યક્તિઓ માટે દંડ 1000 રૂપિયા છે. જો 31 ડિસેમ્બર, 2023 પછી રિટર્ન ફાઈલ કરવામાં આવશે તો 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
ખોટી આવક જાહેર કરતા થઇ શકે છે 200 ટકા સુધીનો દંડ
આવકવેરા વિભાગના નિષ્ણાત કહ્યું છે કે આવકવેરા વિભાગ રિટર્નમાં અન્ડર-ડિકલેરિંગ આવક માટે 50 ટકા અને ખોટી આવક દર્શાવવા પર 200 ટકા સુધીનો દંડ લાદી શકે છે. જો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે કોઈપણ પ્રકારની છૂટનો લાભ લઈ રહ્યાં હોવ તો છૂટ અંગેના પ્રમાણપત્રો સાચવવાની જરૂર છે. તેમજ સમયસર આવકવેરા રિટર્ન ભરવાથી તમે તમારું રિફંડ સમયસર મેળવી શકો છો.